મીઠાપુર તા. ૧૯
ખંભાળિયામાં બેઠક રોડ વિસ્તારમાં રહેતા એક પરિવારની પંદર વર્ષ, સાત માસની વયની સગીર પુત્રીને ખંભાળિયામાં બરછા પાડામાં રહેતા વીરૂગીરી સંજયગીરી ગોસ્વામી નામનો શખ્સ દ્વારા લલચાવી- ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરીને લઈ ગયો હતો. આરોપી શખ્સ દ્વારા સગીરાનું અપહરણ કરી અવારનવાર શારિરીક સંબંધ બાંધી અને દુષ્કર્મ આચર્યું હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ અહીંની પોલીસમાં નોંધાવી છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીઆઇ વી.વી. વાગડિયાએ હાથ ધરી છે. આ બનાવના અનુસંધાને આરોપી વીરુગીરી ગોસ્વામી (ઉ.વ. ૧૮)ની પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.