ખંભાળીયા : ભાતેલ ગામે અકસ્માતે કુવામાં પડેલા શ્રમિકનું મોત

0
25
Share
Share

મીઠાપુર, તા.૧૨

ખંભાળીયાના ભાતેલ ગામે રહેતા મહિપતસિંહ સરપંચસિંહ જાડેજાની વાડીમાં છેલ્લા ૬ વર્ષથી ખેતીકામમાં ભાગીયું કરી વાડી વાવતા મઘ્યપ્રદેશના ખંડાલાના વતની પરપ્રાંતીય મજુર હુંગરીયા શુશી વસાવા (ઉ.વ.૪૨) રાત્રે વાડીમાં પાણી વાળવા ગયા હતા. કુવા નજીક આવેલ પાણીની મોટર ચાલુ કરવા જતા અકસ્માતે પગ લપસી જતા કુવામાં પડી ગયા હતા. સવારે ઘરે પરત ન ફરતા તેમના પત્ની સવારે ઉઠીને જોતા તેમના પતિ હુંગરીયા શુશી વસાવા ન દેખાતા તપાસ હાથ ધરતા મૃતદેહ કુવામાંથી સાંપડ્યો હતો.

ખંભાળીયા : સોનારડી ગામે ટ્રકની ઠોકરે ઈજાગ્રસ્ત શ્રમિક પ્રૌઢનું મોત

ખંભાળીયાના સોનારડી ગામ પાસે ટ્રેકટરની ઠોકરે ઘવાયેલા ખેત મજુરની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ખંભાળીયાના સોનારડી ગામે રહેતા ખેતમજુરી કામ કરતા કલુસીંગ ઠાકુભાઈ ભચાહ (ઉ.વ.૪૫)એ ગત તા.૧૦ ના રોજ પોતાનુ બાઈક લઈ ખેતીકામ અર્થે સોનારડી ગામે સીમની વાડીએ જતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઈકને ઠોકરે લઈ નાશી છુટતા ગંભીર રીતે ઘવાયેલા કલુસીંગ ભચાહને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં બે દિવસની ટુંકી સારવાર બાદ ખેતમજુરનુ મોત નિપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. ખંભાળીયા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here