ખંભાળીયા પંચાયતના મહિલા સદસ્યના પતિએ આચર્યુ દુષ્કર્મ

0
23
Share
Share

૧૯ વર્ષીય યુવતીને ઘરે બોલાવી કાળુ મોઢુ કર્યુ : ઢગાએ લખણ ઝળકાવ્યા

મીઠાપુર તા.૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળયા પંચાયતના મહિલા સદસ્યના પતિએ ૧૯ વર્ષની એક યુવતી સાથે દુષ્કર્મ આચરતા ફરિયાદ આધારે પોલીસે તેની અટકાયત કરી છે. રાજકીય અગ્રણી મ હિલાના પતિદેવે આવુ કાળુ કારનામુ કરતા ખંભાળીયાનું રાજકારણ શિયાળામાં પણ ગરમાયું છે. ભોગ બનનાર યુવતી ખંભાળીયા શકિતનગર વિસ્તારમાં રહે છે.

વિગત મુજબ ખંભાળીયા શહેર નજીક આવેલ શકિતનગર ગ્રામ પંચાયત એરીયામાં રહેતી ૧૯ વર્ષની યુવતીને મહિલા સભ્યના પતિ જીતુભાઇ બારોટે આ યુવતીને બહાનુ બતાવી પોતાના ઘરે બોલાવી હતી બાદમાં તેણી પર દુષ્કર્મ કરતા ફરિયાદ થઇ છે.

સુરજકરાડીમાંથી છરી સાથે બે પકડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજ કરાડી બસ સ્ટેશન નજીકથી દ્વારકા જિલ્લાના જ પોશીત્રા ગામે રહેતા જાકુબ હાજી ઉઢા નામના ૫૫ વર્ષના પ્રૌઢને પોલીસે છરી સાથે પકડીને તેના વિરૂઘ્ધ જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધેલ છે. ઉપરાંત આ જ વિસ્તારના નૌશિક ઉઢા (ઉ.વ.૨૧)ને પણ છરી સાથે પકડી પાડેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here