ખંભાળીયામાં વીજળી પડતા બે મહિલાનાં મોત બે મહિલાઓ સારવાર હેઠળ

0
15
Share
Share

મીઠાપુર, તા.૩૦

દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના વીરમદડ ગામે વીજળી પડતા બે મહિલાઓના મોત નિપજેલ છે જ્યારે બે મહીલાઓને સારવારમાં ખસેડેલ છે. નાના ગામડા જેવા વીરમદળ ગામે આ બનાવથી શોક છવાયો છે. વિગત મુજબ દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના વીરમદળ ગામે વીજ પડતા પાલીબેન સગાભાઈ ડાંગર (ઉ.વ.૩૫) તેમજ કોમલબેન કરશનભાઈ ડાંગર (ઉ.૨૦) ના મરણ થયા છે જ્યારે બે મહિલાઓને સારવારમાં ખસેડેલ છે. મરણ જનાર બે મહિલાઓ સંબંધમાં માસી-ભાણેજ થતા હોવાનુ પણ જાણવા મળેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here