ચેન્નાઇ,તા.૩૦
ટીમ ઇન્ડીયાનો વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે સામાન્ય રીતે પોતાની રમતને લઇને ચર્ચામાં રહે છે. આ ઉપરાંત પણ તે હાલમાં ઓસ્ટ્રેલીયા સામે તેની આગેવાની વાળી ત્રણ માંથી બે ટેસ્ટ જીતીને છવાયેલો રહ્યો હતો. હાલમાં તેનો એક વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થવા લાગ્યો છે. જેમા તે તેની પુત્રી સાથે ડાન્સ કરી રહ્યો છે. ફેન્સ પણ રહાણે અને તેની પુત્રીના આ ડાન્સના વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
રહાણે અને તેની પુત્રીનો આ વિડીયો તેની પત્નિ રાધીકાએ શેર કર્યો છે. રાધિકાએ તેના ઇન્સ્ટાગ્રામ મારફતે આ વિડીયો પોષ્ટ કર્યો હતો. જે વિડીયો પર ફેન્સ ખૂબ જ પ્રતિક્રીયા આપવા લાગ્યા છે. આ વિડીયોને શેર કરતા રાધિકાએ લખ્યુ હતુ કે, ક્વોરન્ટાઇનમાં મારુ એન્ટરટેઇન્મેન્ટ.
બતાવી દઇએ કે હાલમાં ટીમ ઇન્ડીયા ચેન્નાઇમાં છે. જ્યાં તે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટે રોકાયેલ છે. જ્યા ટીમ અને તેની સાથે ગયેલા પરિવારના સભ્યો ક્વોરન્ટાઇ હેઠળ છે.