ક્લબ ફૂટથી પીડાતા ૬ વર્ષના મહેન્દ્રને માતા-પિતા મળ્યા

0
23
Share
Share

અમદાવાદ કલેક્ટરની હાજરીમાં મહેન્દ્રને દત્તક લેવાની કાયદાકીય પ્રક્રિયા પૂરી, દંપતી દીકરાને વતન લઈ જશે

અમદાવાદ,તા.૧૧

એક સમયે ક્લબ ફૂટ (જન્મજાત ખોડ જેમાં નવજાતના પગનો પંજો અંદરની તરફ વળેલો હોય)થી પીડાતો મહેન્દ્ર હવે ઈટાલીની શેરીઓમાં દોડશે. અમદાવાદ કલેક્ટરે કાયદાદીય પ્રક્રિયા પૂરી કરીને મહેન્દ્રને ઈટાલિયન દંપતીને સોંપ્યો છે. મહેન્દ્ર અઢી વર્ષની ઉંમરે સંસ્થામાં આવ્યો ત્યારે પગની આ ખામીથી પીડાતો હતો. જો કે, ત્યારબાદ યોગ્ય સારવારથી તે દોડતો થયો છે. ગત માર્ચ મહિનાથી એડોપ્શનની પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોતાં ઈટાલિયન દંપતીને હવે મહેન્દ્રનો સત્તાવાર કબજો મળ્યો છે. તેઓ મુંબઈ થઈને મહેન્દ્રને પોતાના વતન ઈટાલી લઈ જશે. ગત માર્ચ મહિનાથી દત્તક લેવાની પ્રક્રિયા પૂરી થવાની રાહ દોઈને ઈટાલીમાં બેઠેલું દંપતી રોજ વિડીયો કૉલ દ્વારા મહેન્દ્ર સાથે વાત કરતું હતું. થોડું-ઘણું ગુજરાતી જાણતા મહેન્દ્રના કાને ઈટાલિયન શબ્દો પડવા લાગ્યા હતા. બે દિવસ પહેલા અમદાવાદની સામાજિક સંસ્થાના દ્વારે ઈટાલિયન દંપતી આવ્યું ત્યારે ૬ વર્ષનો મહેન્દ્ર દોડીને તેમને વળગી પડ્યો હતો. બાળકને દત્તક આપવાની પ્રક્રિયા હવે પૂરી થઈ છે ત્યારે મહેન્દ્ર પોતાના નવા માતાપિતા સાથે ઈટાલીમાં રહેશે. મહેન્દ્રની ઉંમર હાલ ૫ વર્ષ અને ૧૧ મહિના છે. આ સંસ્થામાં તે આવ્યો ત્યારે અઢી વર્ષનો હતો અને પગની ખોડ તેમજ અપૂર્ણ વિકાસ જેવા શારીરિક પડકારોનો સામનો કરી રહ્યો હતો. તબીબી સારવાર મળતાં મહેન્દ્રનો શારીરિક વિકાસ પૂર્વવત બન્યો હતો. આજે નાનકડો મહેન્દ્ર દોડી શકે છે, ડાન્સ કરી શકે છે. ૧૪ નવેમ્બર ૨૦૧૪ના રોજ જન્મેલા મહેન્દ્રના કાનૂની પિતા આલ્બર્ટો અને માતા ડોસ્સી સિનલ્ડા વાયા મુંબઈ તેને ઈટાલી લઈ જશે. અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સંદીપ સાગલે ઈટાલિયન દંપતીને બાળક દત્તક આપવાની પ્રક્રિયા મંગળવારે પૂરી કરી હતી. કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ થઈ. ઉપરાંત બાળક દત્તક લેવાની કાનૂની પ્રક્રિયા પણ વિશ્વભરમાં મુલતવી રખાઈ હતી. જો કે, હવે જનજીવન ધીરે-ધીરે સામાન્ય થઈ રહ્યું છે ત્યારે સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટીના સ્પેશિયલ રિપ્રઝેન્ટેટિવ હસમુખ ઠક્કરે કહ્યું, સીએઆરએએ આ વર્ષે નવેમ્બર મહિનાને ઈન્ટરનેશનલ અડોપ્શન મંથ જાહેર કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here