ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરનારની જાહેરનામા ભંગના ગુના હેઠળ ધરપકડ

0
12
Share
Share

રાજકોટ,તા.૧૬

કોરોના મહામારીને કારણે ઘણા ધંધા ઠપ્પ થઈ ગયા છે. જેને કારણે અમુક લોકો રોજીરોટી કમાવવા માટે નવા નુસખા અજમાવતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. હાલ અનલોક-૪ ચાલી રહ્યું છે. જેમાં લોકોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે. ત્યારે રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર મોમેન્ટ પાર્ટી પ્લોટમાં ગત રાત્રે ચાલી રહેલી ક્રિકેટ ટૂર્નામેન્ટ પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી આયોજક દિપ તન્ના સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આયોજકને લોકડાઉનમાં ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો ઠપ્પ થઈ ગયો હોવાથી ૨૦ ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલુ કરી હતી અને કલાકના ૬૦૦ રૂપિયા લેખે મેદાન ભાડે આપી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

કોરોના કાળમાં સરકારે આગામી ૨૧ સપ્ટેમ્બરથી સામાજિક, રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં માણસો ભેગા થતાં હોય તેવી તમામ પ્રવૃતિમાં ૧૦૦ માણસો સાથે આયોજન કરી શકાશે તેવી છુટછાટ આપી છે. પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું પડશે. પરંતુ ૨૧મી પહેલા જ મોમેન્ટ પાર્ટી પ્લોટમાં કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે પેન્ટાગોન સી-૨૦૪માં રહેતાં દિપ મહેશભાઇ તન્ના નામના યુવાને ૨૦ ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ કરી હતી. અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય તેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી ગુનો નોંધી દિપની ધરપકડ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here