ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પિતાને લઇ ભાવુક વીડિયો શેર કર્યો

0
29
Share
Share

ચેન્નાઇ,તા.૨

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટિ્‌વટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દેખાઈ છે કે કેવી રીતે હાર્દિકે પોતાના ફ્રેન્ડ્‌સ સાથે મળીને પિતાને સરપ્રાઈઝ ગિફ્ટમાં કાર આપી હતી. તેણે ભાવુક થતાં કેપ્શનમાં લખ્યું કે, “તમે અહીંયા નથી એટલે રોવું આવે છે પરંતુ બાળકને કેન્ડી મળી હોય તેમ તમને હસતા જોઈને મને આનંદ થાય છે. લવ યૂ ડેડ.

હાર્દિક અને કૃણાલે સપ્ટેમ્બર ૨૦૧૭માં પિતા હિમાંશુને રેડ કલરની જીપ કમ્પાસ કાર ગિફ્ટ કરી હતી. તેમના પિતાને આ અંગે ખબર નહોતી. તેઓ જીપના શો રૂમમાં ગાડી જોવા ગયા હતા. સેલ્સ પર્સન તેમને કહે છે કે, આ મારુ લિમિટેડ મોડલ છે. તો હાર્દિકેના પિતા કહે છે કે મને આ કલર, આ મોડલની જ ગાડી જોઈએ છે. આ જ ગાડી અવેલેબેલ છે? આ સોલ્ડ આઉટ છે કે પછી? ત્યારે હાર્દિકનો વીડિયો ફોન આવે છે. તેના પિતા કહે છે કે, ભાઈ તું ગાડી તો જો. હાર્દિક કહે છે કે, લઈ લો. તો પિતા કહે છે, ઓકે ચલો. ત્યારે ત્યાં બધા સસ્પેન્સ તોડે છે કે, આ ગાડીના માલિક તમે જ છો. હાર્દિક અને કૃણાલે તમને ગિફ્ટ કરી છે. વેલકમ ટૂ ધ જી ફેમિલી. અભિનંદન.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here