ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પ્રખ્યાત યુ-ટ્યુબર ધનાશ્રી વર્મા સાથે કરી સગાઇ

0
43
Share
Share

ન્યુ દિલ્હી,તા.૮

ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે શનિવારે એટલે કે ૮ ઓગસ્ટે પોતાની સગાઈની જાહેરાત કરી છે. આ સ્પિનરે સોશિયલ મીડિયા પર દરેકને સમાચાર આપતાં જ ચર્ચા થવા લાગી છે. ચહલે ટિ્‌વટર પર લખ્યું, “અમે અમારા કુટુંબીજનો સાથે હા કહી દીધું. આ સમાચાર દરેક માટે આશ્ચર્યજનક છે. ફેન્સએ આ જોડીને તેમના જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી છે.

ચહલની મંગેતર, ધનાશ્રી વર્માએ પણ તેના ચાહકોને આ સમાચાર આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તે જ ફોટો અને તે જ કેપ્શન સાથે પોસ્ટ કરી છે. ધનાશ્રી વર્મા એક પ્રખ્યાત યુ-ટ્યુબર છે અને દેખાવમાં પણ ખુબ સુંદર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here