કોહલી હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ ટેસ્ટ સિરીઝ જીતવાના ધોનીના રેકોર્ડને તોડવાની નજીક

0
28
Share
Share

ચેન્નાઇ,તા.૩૦

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી સીરિઝને લઈને ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલીના ફેન્સ એક ખાસ કારણે પણ સીરિઝની રાહ જોઈ જોઈ રહ્યાં છે. આ સીરિઝમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક મોટો રેકોર્ડ તોડી શકે છે.

વાસ્તવમાં હોમ ગ્રાઉન્ડ પર કોઈ પણ ભારતીય કેપ્ટન દ્વારા ટેસ્ટ સીરિઝ જીતવાના મામલે વિરાટ અને ધોની બરાબરી પર છે. આ બન્ને ખેલાડીઓએ પોતાની કેપ્ટનશિપમાં ભારત માટે અત્યાર સુધી ૬-૬ ટેસ્ટ સીરિઝમાં જીત અપાવી છે.

જો ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ જીતી જશે તો વિરાટ કોહલી કોઈ પણ ભારતીય કેપ્ટન દ્વારા હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ ટેસ્ટ સીરિઝ જીતનાર કેપ્ટન બની જશે.

એટલું જ નહીં વિરાટ સૌથી વધુ સ્વદેશી ધરતી પર મેચ જીતનાર કેપ્ટન પણ બની શકે છે. તે ૨૦ ટેસ્ટ મેચ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે જીતી ચુક્યો છે, જ્યારે ધોનીએ પોતાની કેપ્ટનશીપ દરમિયાન હોમ ગ્રાઉન્ડ પર ૨૧ મેચ જીતાડી હતી.

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચની ટેસ્ટ સીરિઝ આગામી પાંચ ફેબ્રુઆરીથી શરુ થવાની છે. પ્રથમ અને બીજી ટેસ્ટ ચેન્નઈમાં રમાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here