કોહલી ધોનીના સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના રેકોર્ડને તોડવાની નજીક

0
13
Share
Share

અમદાવાદ,તા.૨૩

ભારત અવે ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની ત્રીજી ટેસ્ટ બુધવારના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. આ બન્ને ટીમો વચ્ચે પહેલી પિંક બોલ ટેસ્ટ હશે. ટીમ ઈન્ડિયાની સાથે આ મેચ વિરાટ કોહલી માટે પણ બહુ ખાસ છે. કોહલી આ ટેસ્ટમાં કેપ્ટન અને બેટ્‌સમેન તરીકે ઘણા રેકોર્ડ બનાવી શકે છે. જો ટીમ ઈન્ડિયા મોટેરા ટેસ્ટ જીતી લેશે તો કોહલની કેપ્ટનશીમાં ઘર આંગણે ભારતની ૨૨મી ટેસ્ટ જીત હશે. આ રીતે વિરાટ કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ જીતનાર મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડી નાખશે.

વિરાટ અને ધોની કેપ્ટન તરીકે ૨૧-૨૧ ટેસ્ટ જીતીને બરાબરી પર છે. ઈંગ્લેન્ડની સામે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટ જીત્યા બાદ વિરાટે ધોનીની બરોબરી કરી હતી. આ લીસ્ટમાં પૂર્વ કેપ્ટન અઝહરૂદ્ધીન (૧૩ ટેસ્ટ જીત), સૌરવ ગાંગુલી(૧૦ ટેસ્ટ જીત) અને સુનીલ ગાવસ્કર (૭ ટેસ્ટ જીત) પણ સામેલ છે. આ રીતે મોટેરા ટેસ્ટ જીતીને ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બનવાનો મોકો છે. તો બીજી તરફ ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો કોહલી પહેલા જ સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. તેમની કેપ્ટન્સીમાં ભારતે ૫૮ ટેસ્ટમાંથી ૩૪ જીતી છે, જ્યારે ૧૪ મેચમાં હાર મળી છ અને ૧૦ ટેસ્ટ ડ્રો રહી છે. તો બીજી તરફ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે ૬૦ ટેસ્ટ રમી છે, તેમા ટીમને ૨૭માં જીત અને ૧૮માં હાર મળી છે જ્યારે ૧૫ મેચ ડ્રો રહી હતી.

પોન્ટિંગનો રેકોર્ડ તોડી શકે છે કોહલી

આ ઉપરાંત કોહલી કેપ્ટન તરીકે વધુ એક રેકોર્ડ તોડી શકે છે. જો કોહલી મોટેરામાં સદી ફટકારે છે તો તે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિગનો કેપ્ટન તરીકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડી શકે છે. તે કેપ્ટન તરીકે કોહલીના ૪૨મી સદી હશે. હાલમાં કોહલી અને પોન્ટિગના ૪૧-૪૧ શતક છે. પોન્ટિંગે ૪૧ સદી ફટકારવા માચે ૩૨૪ મેચ રમી છે જ્યારે વિરાટે ૧૯૦ મેચમાં ૪૧ સદી ફટકારી છે. આ લીસ્ટમાં આફ્રીકાનો ગ્રીમ સ્મીથ ત્રીજા સ્થાને છે. તેમણે કેપ્ટન તરીકે ૨૮૬ મેચમાં ૩૩ સદી ફટકારી છે.

વેંગેસકરનો રેકોર્ડ તોડી શકે છે કોહલી

આ ઉપરાંત કોહલીની પાસે ઘર આંગણે સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠા બેટ્‌સમેન બનવાનો પણ મોકો છે. કોહલીએ અત્યાર સુધીમાં ૪૧ ટેસ્ટમાં ૬૬ની એવરેજથી ૩૭૦૩ રન બનાવ્યા છે. દિલીપ વેંગેસકર ૩૭૨૫ રન સાથે છઠ્ઠા સ્થાને છે અને લક્ષ્મણ ૩૭૬૭ રન સાથે પાંચમાં નંબરે છે. વેંગેસકરે ઘર આંગણે ૫૪ જ્યારે લક્ષ્મણે ૫૭ ટેસ્ટ રમી છે. દેશમાં સૌથી વધુ રન બનાવવામા મામલે સચિન સૌથી આગળ છે. તેમણે ૯૪ મેચમાં ૫૩ની એવરેજથી ૭૨૧૬ રન બનાવ્યા છે. ત્યાર બાદ દ્રવિડે ૫૫૯૮, સુનિલ ગાવસ્કરે ૫૦૬૭ અને વિરેન્દ્ર સહેવાગે ૪૬૫૬ રન બનાવ્યા છે.

WTC માં એક હજાર રન પુરા કરી શકે છે કોહલી

મોટેરામાં કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ એક હજાર રન પૂરા કરી શકે છે. હાલમાં તેમણે ઉ્‌ઝ્રના ૧૨ ટેસ્ટાં ૮૫૦ રન બનાવ્યા છે. ભારત તરફથી માત્ર રહાણે એક હજાર રન બનાવી શકે છે. રહાણેએ ૧૫ મેચમાં ૧૦૬૧ રન બનાવ્યા છે. તો રોહિત શર્માએ ૯ મેચમાં ૮૯૦ રન બનાવ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here