કોહલી ખાસ રીતે અનુષ્કાને મનાવે છે

0
23
Share
Share

કેટલીક વખત અનુષ્કા નારાજ થઇને વાત કરવાનુ બંધ કરે છે
અનુષ્કા અને વિરાટ કોહલી કોઇને કોઇ રીતે હમેંશા ચર્ચામાં રહે છે : હાલમાં ચર્ચામાં રહેવા માટેના કારણ અલગ છે : લોકડાઉન વચ્ચે વ્યસ્ત
વિશ્વના સૌથી શાનદાર બેટ્‌સમેન અને દુનિયામાં કરોડો ચાહકો ધરાવનાર વિરાટ કોહલી પત્નિ અનુષ્કા શર્માને ખાસ રીતે મનાવે છે. કેટલીક વખત વિરાટ કોહલી નારાજ થતી અનુષ્કાને ખાસ રીતે મનાવે છે. આ બંને સામાન્ય રીતે તો કોઇને કોઇ રીતે ચર્ચામાં રહે છે. રિલેશનશીપના મામલે પણ બંને હમેંશા ચર્ચામાં રહે છે. વિરાટ કોહલી અને અનુષ્કાની જોડી પણ ચાહકો માટે આદર્શ જોડી તરીકે રહી છે. બંને પહેલા પ્રેમમાં રહ્યા હતા. ત્યારબાદ થોડાક સમય પ્રેમમાં રહ્યા બાદ સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જઇને લગ્ન કરી દીધા હતા. આજે તેમની જોડી સૌથી આદર્શ જોડી રહેલી છે. હાલના દિવસોમાં વિરાટ અને અનુશષ્કાની જોડી ફરી ચર્ચામાં છે. લોકડાઉન વચ્ચે વિરાટ કોહલીએ હાલમાં ફુટબોલ સ્ટાર સુનિલ છેત્રી સાથે એક લાઇવ વિડિયો ચેટિંગ કરી હતી. જેમાં વિરાટ કોહલીએ એવા કિસ્સાનો ઉલ્લેખ કર્યોહતો જ્યારે અનુષ્કાએ નારાજ થઇને તેની સાથે વાતચીત કરવાનુ બંધ કરી દીધુ હતુ. અનુષ્કા નારાજ થઇ ગયા બાદ તેને મનાવવામાં વિરાટ કોહલીને એક દિવસથી વધુનો સમય લાગી ગયો હતો. કેટલાક એવા તરીકા છે જે સામાન્ય રીતે આપને પણ મદદ કરી શકે છે. આ પ્રથમ વખત નથી જ્યારે કોઇ પતિ અને પત્નિ વચ્ચે બોલાચાલી થઇ છે. મનાવવામાં આવ્યા છે. સામાન્ય કપલ્સની જેમ જ અનુષ્કા પણ કેટલીક વખત વિરાચ કોહલીથી નારાજ થઇ જાય છે. જો કે દરેક વખત અનુષ્કાને વિરાટ કોહલી મનાવી લે છે. જો કે દરેક વખત વિરાટ કોહલી અનુષ્કાને જુદી જુદી રીતે નવા નવા બહાના કરીને મનાવી લે છે. અમે સારી રીતે જાણીએ છીએ કે પતિ અને પત્નિ વચ્ચે સંબંધમાં હમેંશા એકબીજાને મનાવવા માટે પ્રક્રિયા ચાલતી રહે છે. કેટલીક વખત આપના દ્વારા કરવામાં આવતા નાનકડા પ્રેક પણ આપની ગર્લફ્રેન્ડને પસંદ પડતા નથી. જેના કારણે આપની ગર્લફ્રેન્ડ સમગ્ર દિવસ દરમિયાન નારાજ થઇને બેઠી રહે છે. આવી સ્થિતીમાં જો આપને પણ એવુ લાગે છે કે પત્નિને વહેલી તકે મનાવી લેવામાં આવે તો આ તરીકા ઉપયોગી સાબિત થઇ શકે છે. અમારી આ બાબતને લઇને નક્કી કરી દેવામાં આવે તે જરૂરીછે કે જે બાબત પર તમારી વચ્ચે લડાઇ થાય છે અથવા તો બોલાચાલી થાય છે તેનાથી ભાગવાના બદલે તે મુદ્દા પર આરામથી બેસીને ઉકેલી લેવામાં આવે તે જરૂરી છે. એવુ અમે એટલા માટે કહી રહ્યા છીએ કે જો તમે દરેક બાબતને સમજદારીથી હાથ ધરશો નહીં તો ચીજો સુધરી જવાના બદલે બગડી શકે છે. આવી સ્થિતીમાં બંનેને આ બાબત લાગે તે જરૂરી છે કે પારસ્પરિક વાતચીત કરવાથી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. કોઇ પણ ખચકાટ વગર માફી માંગી લેવામાં આવે તે જરૂરી છે. જો તમે આ બાબતને સારી રીતે સમજો છો કે આ સમગ્ર મામલામાં માત્ર ભુલ આપની છે તો તેમને વારંવાર જવાબદાર ઠેરવી નાંખવાના બદલે કોઇ પણ ખચકાટ વગર માફી માગી લેવાની બાબત સારી છે. જે વાત પર લડાઇ થાય છે તેના પર પહેલા ચર્ચા કરીને ત્યારબાદ ગલતિ અંગે ધ્યાન આવ્યા બાદ માફી માંગી લેવી જોઇએ. માફી માંગીને તમામ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. વાત વાતમાં હંસાવવાના પ્રયાસ કરવામા આવે તે જરૂરીછે. અમને વિશ્વાસ છે કે મજાકના અંદાજના કારણે લાભ થશે. આના કારણે ગુસ્સાને ભુલી જવામાં મદદ કરી શકે છે. જેથી ફરી એકવાર પહેલાની જેમ સામાન્ય સંબંધ થઇ શકે છે. પતિ પત્નિ હમેંશા ડિબેટ કરતા બચે તે જરૂરી છે. એવુ બની શકે છે કે તમે બંને એકબીજાની વાતથી નારાજ થયેલા હોય. જો કે બંનેમાંથી કોઇને શરૂઆત કરવી પડશે. આવી સ્થિતીમાં બંને એકબીજાની સાથે ડિબેટ કરીને એકબીજાની ખામી કાઢવાના પ્રયાસ કરવા જોઇએ નહીં. કારણ કે કોઇ મુદ્દાને લઇને ચર્ચા કરવાની બાબત હમેંશા નુકસાનકારક સાબિત થાય છે. જેથી ભુલ માની લેવાની બાબત સારી રહે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને પોત પોતાના ક્ષેત્રમાં જોરદાર સફળતા મેળવી ચુક્યા છે.
રિાટ કોહલી હાલમાં લોકડાઉનમાં છે અને સામાન્ય લોકોની જેમ જ તમામ નિયમો પાળી રહ્યો છે. જો કે વિરાટ કોહલી તમામ પ્રકારની ફિટનેસને જાળવી રાખવા માટે તમામ પ્રયાસ કરે છે. ફિટનેસની સાથે સાથે ડાયટના તમામ નિયમો પણ પાળે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here