કોવિડ-૧૯નો નકલી રિપોર્ટ કઢાવવાનું યુપીમાં કૌભાંડ

0
28
Share
Share

પાંચસો અને હજાર રૂપિયા આપીને રિપોર્ટ કઢાવીને લોકો હોસ્પિટલમાં જતા હતા : યુપી પોલીસમાં ફરિયાદ કરાઈ

લખનૌ, તા. ૮

કોરોનાના સંકટમાં તેનો સામનો કરવામાં સાથ-સહકાર આપવાને બદલે કેટલાક લોકો ગોરખધંધા કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં આવું જ એક કૌભાંડ બહાર આવ્યું છે. લખનૌની એક હોસ્પિટલમાં કોરોનાના નકલી રિપોર્ટ કાઢી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦માં દર્દીને કોરોનાની નકલી રિપોર્ટ બનાવીને અપાતો હોવાનું ખુલ્યું છે. આ વાત સામે આવતાં જ હોસ્પિટલનું તંત્ર અને વહીવટીતંત્ર દોડતું થયું છે. આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી છે. કોરોના મહામારીના કારણે જો અન્ય કોઇ રોગની સારવાર કરાવવી હોય તો પણ પહેલા કોરોનાનો રિપોર્ટ કરાવવો પડે છે. જો આ રિપોર્ટ નેગેટિવ આવે તો જ કોઇ હોસ્પિટલમાં એડમિશન મળે છે.  લખનૌમાં આવેલી પીજીઆઇ હોસ્પિટલમાં પણ આવો જ નિયમ હતો. હોસ્પિટલમાં કેટલાક લોકો દ્વારા પીજીઆઇ હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયા લઇને નેગેટિવ ટેસ્ટનો નકલી રિપોર્ટ બની આપવામાં આવતો હતો. આ નકલી રિપોર્ટ એકદમ અસલ રિપોર્ટ જેવો જ હતો.  દર્દીઓ પણ નકલી રિપોર્ટ બતાવીને હોસ્પિટલમાં દાખલ થઇ જતા. આ કૌભાંડનો ખુલાસો શુક્રવારે થયો. સૌથી પહેલાં આ ઘટનાની ફરિયાદ હોસ્પિટલની સુરક્ષા સમિતિને કરવામાં આવી અને બાદમાં પોલિસમાં પણ ફરિયાદ કરવામાં આવી. પોલિસ હવે આ ઘટનાની તપાસ કરી રહી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here