કોવિડ ગાઇડલાઇન પાલન કરવાની શર્તે જમાલપુર એપીએમસી માર્કેટ ફરી ધમધમશે

0
25
Share
Share

અમદાવાદ,તા.૮

શહેરના મધ્યમાં આવેલા જમાલપુર એપીએમસી માર્કેટ હવે ખુલ્લુ કરવામાં આવ્યું છે . કોવિડ -૧૯ ગાઇડલાનના પાલન સાથે એપીએમસી માર્કેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે અહીં તડામાર તૈયારીઓ થઇ રહી છે. અમદાવાદ શહેરમાં જમાલપુર વિસ્તારમાં આવેલા એપીએમસીના તાબા હેઠળનું શાક માર્કેટ એપ્રિલ માસમાં કોરોનાનુ સંક્રમણ વધતા બંધ કરવામાં આવ્યું હતુ . પરંતુ તાજેતરની પરિસ્થિતિ અને એપીએમસીની આવેલી લેખિત રજૂઆતોને ધ્યાને લેતા એએમસીએ જમાલપુર એપીએમસી ખુલ્લું કરવા સુચના અપાઇ છે.

સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં કુલ દૈનિક ૧/૩ પદ્ધતિ (કુલ ૧૫૭ પૈકી પ્રથમ દિવસે કુલ ૫૩ , બીજા દિવસે કુલ  ૫૩ અને ત્રીજા દિવસે કુલ ૫૧ ) વેપારીઓને વેપારની પરવાનગી આપવામા આવી છે. માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ તથા તેમના સ્ટાફને માસ્ક પહેરવો, સેનેટાઇઝર રાખવું  દુકાનમાં પ્રવેશ કરતા વ્યક્તિ પાસે માસ્ક  અને સેનિટાઇઝર છે કે નહીં તેની ખાત્રી કરવી. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું . કોવિડ -૧૯ની તમામ ગાઇડલાઇન ફરજીયાત પાડવાની રહેશે.

શાકભાજી ખરીદ – વેચાણની કામગીરી બપોરના ૧થી સાંજ ૫ અને રાત્રી ૮થી સવારે ૮ દરમ્યાન કરવી , પીકઅવર્સના સમયગાળા દરમ્યાન  સવારે ૮ થી ૧ અને સાંજે ૫ થી ૮ વાગ્યે માર્કેટ બંધ રહેશે .

એપીએમસી તરફથી હેડના મુખ્ય દ્વાર પર જ સેનિટાઇઝ કેબિન મુકાઇ છે. દુકાનો પર કોવિડ -૧૯ માર્ગદર્શિકાના બેનેર લગાવામા આવ્યા છે.  દુકાનો બહાર ગોળ સર્કલ કરી એક વ્યવસ્થા ઉભા કરવાનો પ્રયાસ કરાયો હતો. મહત્વ પૂર્ણ છે કે, એપ્રિલ માસમાં કોરોના કેસ વધતા એપીએમસી બંધ કરાઇ હતી  અને અમદાવાદ બહાર શાકમાર્કેટ ખસેડાયા હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here