કોવિડ કરારનો અમલ નહીં કરનાર હોસ્પિટલો સામે લેવાશે પગલાંઃ સુરત મ્યુનિ. તંત્ર

0
9
Share
Share

સુરત,તા.૨૯

સુરત મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર શરૃ કરી છે પરંતુ કેટલીક હોસ્પિટલમાં સારવાર માટે કરારનો અમલ ન થતો હોય તેવી હોસ્પિટલ સામે મ્યુનિ. તંત્ર એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરશે. સુરત મ્યુનિ.એ શહેરની ૩૭ જેટલી ખાનગી હોસ્પિટલમાં ૧૨૦૦ જેટલા બેડ કોરોના દર્દીની સારવાર માટે મળી રહે તે માટે કરાર કર્યા છે.

મ્યુનિ. તંત્ર સાથે કરાર થયાં બાદ અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી ૧૪૫ દર્દીઓને સારવાર માટે શિફ્ટ પણ કરવામા આવ્યા છે. સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં જે દર્દીઓને સારવાર માટે મોકલ્યા છે તેમા સારવાર માટે કેટલાક પ્રશ્ન આવી રહ્યાં છે. તો કેટલાક કિસ્સામાં હોસ્પિટલનો સ્ટાફ પણ નોકરી છોડીને ભાગી રહ્યાં છે. હોસ્પિટલમાં સ્ટાફ જ ન હોય તો કોવિડના દર્દીની સારવાર માટે મુશ્કેલી પડી શકે છે. આવા કિસ્સામાં દર્દીને સારવાર ન મળે તો મ્યુનિ. તંત્ર હોસ્પિટલ સામે પગલાં ભરી શકે છે, તે પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here