કોલેજોમાં ડીસેમ્બરમાં પરીક્ષા લેવાની સૌ.યુનિ.ની જાહેરાત

0
11
Share
Share

રાજકોટ, તા.૧૨

કોરોનાના કારણે ગયા માર્ચ માસથી કોલેજો બંધ છે અને હાલ દિવાળીના વેકેશનની રજા ચાલુ છે. દિવાળીનુ વેકેશન પુરું થયા બાદ તુરત જ એટલે કે ડિસેમ્બર માસની પહેલી તારીખથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષા શરૂ થશે તેવી જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીના જણાવ્યા મુજબ તારીખ ૧ ડિસેમ્બરથી બી.એ., બી.કોમ.,બી.એડ., બીસીએ, એમસીએ સહિત ૨૩ પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે અને તેમાં ૫૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. કોરોના પરિસ્થિતિના કારણે તમામ પરીક્ષા કેન્દ્ર પર પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. સેમેસ્ટર ૫,૯,૭,૩ ની પરીક્ષાઓનુ આયોજન કરવામાં આવ્યું છે. બપોરના ત્રણથી સાડા પાંચનો સમય પરીક્ષાનો રહેશે અને એક જ સત્રમાં પરીક્ષા લેવામાં આવશે. તા.૧૦ ડિસેમ્બર સુધી પરીક્ષાનો આ તબક્કો ચાલુ રહેશે. આગામી માસથી એમ.એ.અને.એમ.કોમ. એકસ્ટર્નલ પરીક્ષાનુ આયોજન કરાઈ રહ્યું છે અને તેના અનુસંધાને આજથી પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here