કોલેજોને ૨૦૨૧-૨૨ના અપ્રૂવલ માટે ફરજીયાત ૩૧મી જાન્યુઆરી સુધીમાં વિગતો મોકલી દેવા આદેશ

0
19
Share
Share

ગાંધીનગર,તા.૧૨
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા બી.ફાર્મ અને ડી.ફાર્મ કોર્સ ચલાવતી તમામ કોલેજો પાસેથી સ્ટાન્ડર્ડ ઈન્સપેકશન ફોર્મ અંતર્ગત સ્ટાફના પગાર સહિતની તમામ વિગતો માંગી છે. કોલેજોને ૨૦૧૧-૨૨ના અપ્રૂવલ માટે ફરજીયાત ૩૧મી જાન્યુઆરી સુધીમાં વિગતો મોકલી દેવા આદેશ કરાયો છે અને કાઉન્સિલે આપેલી કડક સૂચનાઓ મુજબ જો શિક્ષકો એકથી વધુ કોલેજોમાં ભણાવતા હોવાનું ખોટા નામો માત્ર હાજરી દેખાડવા સ્ટાફના રજૂ કરાયા હશે તેમજ બે જગ્યાએ એક જ શિક્ષકનું નામ હશે તે તે શિક્ષકોને ત્રણ વર્ષ માટે ડિબાર્ડ કરાશે.જ્યારે સ્ટાફની વિગતોમાં ગેરરીતિ જણાશે તો આચાર્યને પણ કોલેજોમાં એડમિનિસ્ટ્રેશન પોસ્ટ માટે પ્રતિબંધ મુકાશે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તમામ કોલેજોને ચેતવણી ભરી નોટિસ સાથે સર્ક્યુલર કર્યો છે કે હાલની હયાત કોલેજો કે જેઓ પાસેથી ૨૦૨૧ -૨૨નું અપ્રૂવલ નથી અને અપ્રૂવલ લેવા માંગે છે તેવી કોલેજો ઉપરાંત જે કોલેજો પાસે ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષ માટે અપ્રૂવલ છે તે સહિતની તમામ કોલેજોએ ફરજીયાત સ્ટાન્ડર્ડ ઈન્સપેકશન ફોર્મ ભરીને વિગતો મોકલવી પડશે. બી.ફાર્મ,એમ.ફાર્મ, ડી.ફાર્મ અને ફાર્મ.ડી સહિતના કોર્સ ચલાવતી તમામ કોલેજોએ જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૦ સુધીના વર્ષના તમામ સ્ટાફની સેલેરીની વિગતો તેમજ અન્ય તમામજરૂરી ડોક્યુમેન્ટ સાથેની વિગતો કાઉન્સિલને મોકલવાની છે. કોલેજોએ અધ્યાપકો-ફેકલ્ટીના નામ, સરનામાં,નંબર તથાપગાર અનેશૈક્ષણિક લાયકાત સહિતની વિગતો ઓન રેકોર્ડ આપવાની છે અને ખાસ પીજી લેવલ સુધીનો ફેકલ્ટીનો અભ્યાસ કાઉન્સિલે માંગ્યો છે.
કાઉન્સિલે આપેલી કડક ચેતવણી મુજબ જે કોલેજોની ૨૦૨૧-૨૨ની વિગતોમાં જે શિક્ષકોના નામ હશે તેજ શિક્ષકોના નામ જો અન્ય કોલેજોની વિગતોમાં પણ જોવા મળશે. એટલે કે એક જ શિક્ષક બે જગ્યાએ ફરજ બજાવતો હોવાનું ધ્યાને આવશે તો આવા શિક્ષકોને ફાર્મસી ઈન્સ્ટિટયુશન્સ રેગ્યુલેશન્સ હેઠળ ૩ વર્ષ માટે શૈક્ષણિક કાર્ય-ટીચિંગ એસાઈમેન્ટથી ડીબાર્ડ કરાશે. જેથી શિક્ષકોએ ૨૦૨૧-૨૨ના વર્ષ માટે જે સંસ્થામાં જોડાવાનું હોય અથવા છુટા થઈ ગયા હોય તે બાબતે વ્યક્તિગત રીતે કાઉન્સિલને જાણ કરવાની રહેશે અને જે જવાબદારી શિક્ષકની પોતાની રહેશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here