કોલેજિયન યુવકને ‘ગે ફ્રેન્ડશીપ’ ભારે પડી બ્લેકમેઈલ કરી ૧.૧૦ લાખ પડાવી લેવાની ઘટનાને ભારે ચર્ચા

0
11
Share
Share

અમદાવાદ,તા.૩૦

કોલેજિયન યુવકને બ્લેકમેઈલ કરી ૧.૧૦ લાખ પડાવી લેવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. મહિલાઓનું શારીરિક શોષણની અનેક ફરિયાદો બનતી હોય છે પરંતુ યુવક સાથે શારીરિક શોષણી ચોંકાવનારી ઘટના અમદાવાદમાં બની છે. નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે ગ્રાઈન્ડર (ગે ફ્રેન્ડશીપ) નામની સમલૈંગિક યુવક-યુવતીઓની એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોલેજિયન યુવક સુમિત તેના સમલૈંગિક દોસ્તને મળવા માટે ગયો હતો. સુમિતને ખાનપુર વીજળી ઘર પાસેના કોમ્પલેક્સમાં રાતના સમયે બોલાવાયો હતો. ત્યારબાદ તેનો મિત્ર સુમિતને કોમ્પ્લેક્સના ચોથા માળે લઈ ગયો હતો.

ઓફિસમાં ગયા તો ત્યાં અન્ય ચાર યુવક આવી પહોંચ્યા હતા. ત્યારબાદ ચારેય ભેગા મળીને સુમિતને નિર્વસ્ત્ર કરીને તેનો એમએમએસ બનાવીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. પિતાને ફોન કરવાની ધમકી આપીને ડિજિટિલ પેમેન્ટથી ૮૦૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા બાદ એટીએમમાંથી પણ ૩૦૦૦૦ કાઢી લીધા હતા. આમ સુમિતને કુલ ૧.૧૦ લાખ ગુમાવ્યાનો વારો આવ્યો હતો. નવગુજરાતના અહેવાલ પ્રમાણે રવિવારે રાતની ઘટનામાં સોમવારે યુવક ફરિયાદ કરવા માટે કારંજ અને પાલડી પોલીસ સ્ટેશન વચ્ચે ધક્કા ખાતો રહ્યો હતો. બંને પોલીસ સ્ટેશને ફરિયાદ ન લેતા આ ઘટના પોલીસકર્મી સુધી પહોંચી હતી.

અહેવાલ પ્રમાણે પાલડીમાં રહેતો સુમિતે ગ્રાઈન્ડર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને સમલૈંગિકની દુનિયામાં ઊંડો ઉતરી ગયો હતો. આ એપ્લિકેશનમાં તેને રાજ નામના એક યુવક સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે એપ્લિકેશન પર વાતચીત પણ થતી હતી. રવિવારે મોડીરાતે રાજાએ સુમિતને મળવા માટે વીજળી ઘર પાસેના કોમ્પ્લેક્સમાં ચોથા માળે મળવા માટે બોલાવ્યો હતો. જોકે, ત્યાં તેની સાથે બ્લેકમેઈલિંગ થતા ૧.૧૦ લાખ ગુમાવ્યા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here