કોલસા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને સીબીઆઈ કોર્ટે ફટકારી ત્રણ વર્ષની સજા

0
22
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૬

દિલ્હીની એક વિશેષ સીબીઆઈ અદાલતે કોલસા ગોટાળા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને ત્રણ વર્ષની કારાવાસની સજા સંભળાવી છે. આ કેસ ૧૯૯૯માં ઝારખંડ કોલસા બ્લોક આવંટનમાં કથિત અનિયમિતતાઓ સાથે સંબંધીત હતો. અદાલતે તાજેતરમાં જ કેસમાં દોષી જાહેર કરેલા અન્ય બે લોકોને ત્રણ સાલની કેદની સજા સંભળાવી છે.

વિતેલા દિવસોમાં વિશેષ અદાલતે કોલસા ગોટાળા સાથે જોડાયેલા એક કેસમાં દિલીપ રેને દોષી જાહેર કર્યો હતા. વિશેષ ન્યાયાધીશ ભરત પરાશરે દિલીપ રેને ભ્રષ્ટાચાર નિરોધક અધિનિયમ હેઠળ દોષી જાહેર કર્યો હતો જ્યારે અન્યોને છેતરપીંડી અને ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો છે. સીબીઆઈની વિશેષ અદાલતે પૂર્વ કેન્દ્રીય મંત્રી સિવાય કોલસા મંત્રાલયના તત્કાલીન બે વરિષ્ઠ અધિકારી, પ્રદિપ કુમાર બેનર્જી અને નિત્યા નંદ ગૌતમ, કૈસ્ટ્રોન ટેક્નોલોજીજ લિમિટેડના નિદેશક મહેન્દ્ર કુમાર અગ્રવાલ અને કૈસ્ટ્રોન માઈનિંગ લિમિટેડને પણ દોષીત જાહેર કર્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here