કોલર ટ્યૂનમાં હું મારું નામ નથી બોલતો, કોંગ્રેસ ખોટા વિવાદ ઉભા કરી રહી છે

0
23
Share
Share

ગાંધીનગર,તા.૨૪

છેલ્લા કેટલાક દિવસથી કોરોના અંગેની કોલર ટ્યૂન વાગે છે. ત્યારે કોંગ્રેસ વાંધો ઉઠાવ્યો છે કે, સીએમ રૂપાણી પેટાચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક છે ત્યારે આ અંગે તેમણે જાહેરાત માટે મંજૂરી લીધી છે કે નહીં સહિતના સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા હતા જેના જવાબમાં ઝ્રસ્ રૂપાણીએ પણ ખુલાસો કર્યો હતો. કોરોનાના કહેરને ધ્યાને રાખીને સરકાર દ્વારા કોલ કરતા સમયે સીએમ રૂપાણના અવાજની કોલરટ્યૂન રાખવામાં આવી છે. આ કોલરટ્યૂનને લઈને વિવાદ થયો છે. ત્યારે હવે આ મામલે સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે કે,

કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. કોલર ટ્યૂનમાં માત્ર મારો અવાજ જ છે. આ કોલર ટ્યૂનમાં હું મારું નામ નથી બોલતો. કોંગ્રેસ ખોટા વિવાદ ઉભા કરી રહી છે. મહત્વનું છે કે, કોલરટ્યૂનને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચમાં રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસ કહ્યું હતું કે, સીએમ રૂપાણી ભાજપના સ્ટાર પ્રચારક છે. પેટાચૂંટણી જાહેર થયા બાદ સીએમની ઓડિયો ટેપ શરૂ કરાઈ છે. કોલરટ્યુનનો ખર્ચ કોણ ભોગવશે તેનો ખુલાસોની કોંગ્રેસ માગ કરી છે. કોંગ્રેસ દ્વારા કોલરટ્યુન બંધ કરવા ચૂંટણીપંચમાં રજૂઆત કરી છે. કોલરટ્યુન મતદારોને પ્રભાવિત કરી શકે છે.

કોલ કરતા અગાઉ સીએમ રૂપાણીનો ઓડિયો સંદેશ આવે છે. કોલરટ્યુનમાં તહેવારોની ઉજવણીને લઈને સીએમના સંદેશની વાગે છે. સીએમ રૂપાણી ભાજપના સ્ટારપ્રચારક છે. પેટાચૂંટણી જાહેર થયા બાદ સીએમની ઓડિયો ટેપ શરૂ કરાઇ છે. ચૂંટણીપંચની પૂર્વ મંજૂરી લેવાઇ છે કે નહી? કોલરટ્યુનનો ખર્ચ કોણ ભોગવશે તેનો ખુલાસો કરવા માંગ કરવામાં આવી છે. મોબાઇલ કંપનીઓ સાથે આ મામલે એમઓયુ થયા છે કે નહી તે અંગે પણ કોંગ્રેસે પ્રશ્નો પૂછ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here