કોલકાતામાં છ શહેરોમાંથી આવતી ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ ૩૧ ઓગષ્ટ સુધી લંબાવાયો

0
28
Share
Share

કોલકાત્તા,તા.૧૧

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એરપોર્ટ પર દેશના છ મોટા શહેરોથી આવતી ડાયરેક્ટ ફ્લાઇટ્‌સ પર લગાવેલા પ્રતિબંધને ૩૧ ઓગષ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળની સરકારે કોરોના મહામારીથી વધુ પડતા પ્રભાવિત શહેરો દિલ્હી, મુંબઇ, પૂણે, ચેન્નાઇ, નાગપુર અને અમદાવાદથી આવતી તમામ ફ્લાઇટ્‌સ પર રોક લગાવી દીધી હતી. આ પ્રતિબંધ પહેલા ૧૫ ઓગષ્ઠ સુધી રાખવાનો નિર્ણય લેવાયો હતો, જેને લંબાવીને ૩૧ ઓગષ્ટ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય દેશ સહિત રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ પહેલા કોલકાતાએ આ છ શહેરોમાંથી આવતી ફ્લાઇટ્‌સ પર ૬ જૂલાઇથી ૧૪ દિવસ માટે રોક લગાવી હતી, જેને લંબાવીને ૩૧ જૂલાઇ અને હવે ૩૧ ઓગષ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન બેનરજી સરકારે ડોમેસ્ટિક ફલાઇટ્‌સ શરુ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમણના કુલ કેસ ૧ લાખની પાર પહોંચવા આવ્યા છે અહીં ૯૮,૪૫૯ કુલ કેસ છે જ્યારે ૨૧૦૦ લોકોના મોત નીપજ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here