કોર્પોરેશન સહિત સ્થાનિક ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકૂફ

0
19
Share
Share

ગાંધીનગર,તા.૧૨

ગુજરાતની ૮ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ભાજપ અને કોંગ્રેસે મોટા ભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પણ પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની લઇને મોટા સમાચાર આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે ચૂંટણી યોજવવાની શક્યતાઓ નહીંવત હતી. પરંતુ ગમે ત્યારે ચૂંટણી યોજવી પડે તો પણ ચૂંટણી પંચ તૈયાર છે. ત્યારે હવે સત્તાવાર રીતે ચૂંટણી ૩ મહિના માટે પાછી ઠેલાઇ હોવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત મહાનગર પાલિકાઓની ૨૩૧ , તાલુકા પંચાયતો ,૩૧ જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થનાર છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ લઈ જવા માટે વિચારણા કરાઈ રહી હતી અને અંતે આ નિર્ણય લેવાયો છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here