કોર્પોરેટથી પહેલા ખેડુતો મજબુત બને

0
19
Share
Share

દેશમાં ખેડુતોની સ્થિતીને વધુને વધુ મજબુત કરવાની જરૂર ચોક્કસપણે દેખાઇ રહી છે. તમામ લોકો આ બાબત તો સ્વીકાર કરે છે કે આજે ખેડુતોની તુલનામાં કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકોને વધારે રાહત મળી રહી છે. તેમને વધારે મજબુત કરવાના પ્રયાસ તમામ સ્તરે થઇ રહ્યા છે. ખેડુતોને મજબુત કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે પરંતુ તેની ગતિ જે પ્રકારની છે તે ખુબ ઉદાસીન કરનાર છે. કોર્પોરેટ કરતા પહેલા ખેડુતોની સ્થિતીને વધારે મજબુત કરવાની જરૂર છે. થોડાક મહિના પહેલા જ મહારાષ્ટ્રમાં ખેડુતોએ ગુસ્સામાં આવીને પોતાની શાકભાજી બરબાદ કરી નાંખી હતી. સેંકડો લીટર દુધ માર્ગો પર ઢોળીને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વિચારણા કરવા જેવી બાબત છે કે સુ ૫૦ પૈસા કિલો ટામેટા મળી શકે છે. હેરાન કરનાર બાબત છે કે ખેડુતોને આજ ભાવ મળી રહ્યા હતા. વિચારણા કરી શકાય છે કે ખેતી કરવા અને તે પહેલાની તમામ તૈયારી કરવામાં કેટલો ખર્ચ થઇ જાય છે. શુ આ ક્રુર મજાક નથી કે સરકાર તેમની પાસેથી ૫૦ પૈસા કિલોના ભાવે ટામેટા અને ડુંગળીની ખરીદી કરે છે. જ્યારે આજ શાકભાજી આરગેનિક દુકાનોમાં ૫૦થી ૧૦૦ ગણા ભાવથી વેચી દેવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સ્ટાર્ટ અપ શરૂ કરનાર ભણેલા યુવાનોને તો જુદા જુદા પ્રકારની રાહત આપે છે પરંતુ ખેડુતો પ્રત્યે હમેંશા ઉદાસીન રહે છે. જ્યાં સુધી ખેડુતોની લોન માફીની વાત છે ત્યાં સુધી આ બાબત તો માત્ર દેખાવવા પુરતી છે. અલબત્ત આની આડમાં ખાનગી કંપનીઓ જેમાં વીમા કંપનીઓ અને અને બેંક સામેલ છે.આ તમામને જંગી નફો આપીને માલામાલ કરવામાં આવે છે. અસલમાં ખેડુતોને મજબુત કરવામાં આવે તે જરૂરી છે. જો ખેડુતોને મજબુત કરાશે તો જ વધારે સારા પરિણામ મળશે. ખેડુતો આવા પાક પૈદા કરી શકશે જે માત્ર સસ્તી જ રહેશે નહીં બલ્કે તેમાં પૌષક તત્વો પણ વધારે પ્રમાણમાં રહેશે. કારણ કે  ગામના ખેડુતો પોતાના પાકને નષ્ટ કરી શકે છે. પરંતુ પાકને કેમિકલમાં મિક્સ કરીને વેચી દેવાની હિમ્મત કરશે નહીં. સરકારને સમજી લેવાની જરૂર છે કે દેશના નાગરિક રાષ્ટ્રના વિકાસમાં એ વખતે જ જ ભરપુર યોગદાન આપી શકે છે જ્યારે તે શરીરથી મજબુત હોઇ શકે છે. આના માટે પૌષ્ટિક ભોજન કુબ જરૂરી છે. પૌષ્ટિક ભોજન ખેડુત જ આપી શકે છે. કોર્પોરેટ જગત આ કામ કરી શકે નહીં. જેથી ખેડુતોને વધારે રાહત પહેલા મળે તે જરૂરી છે. કેટલીક ચીજો એવી પણ હોવી જોઇએ. જેની સાથે કોઇ બાંધછોડ થવી જોઇએ નહીં. ભોજનની ક્વાલિટી પણ આમાં એક ચીજ છે. કારણ કે આજ ભોજન અમને જીવિત રાખે છે. અમને જુદા જુદા રોગ સામે લડવામાં તાકાત આપે છે. ખાદ્ય પદાર્થોને લઇને બજારની હાલત ખુબ ખતરનાક બની ચુકી છે. હાલના સમયમાં કોઇ ચીજો એવી નથી જેમાં ભેળસેળ નથી. મોબાઇલ આવી ગયા બાદ લાઇફ એટલી વ્યસ્ત થઇ ગઇ છે કે અન્ય બાબતો અંગે વિચારણા કરવાની તક મળતી નથી. મોબાઇલ અમને વ્યસ્ત રાખે છે. જેથી અમે તમામ કામો બેભાન હાલતમાં કરીએ છીએ. ભોજન પણ બેભાન હાલતમાં કરીએચીએ. આ બાબતનુ અમને ધ્યાન જ રહેતુ નથી કે અમે શુ ખાઇ રહ્યા છીએ. જે ચીજો ખાઇ રહ્યા છીએ તેનાથી લાભ થઇ રહ્યો છે કે કેમ તેનુ ધ્યાન રહેતુ નથી. મોનસુનની સિઝનમાં તો હોસ્પિટલોમાં પગ મુકવાની જગ્યા રહેતી નથી. ચારેબાજુ દર્દીઓ પડ્યા રહે  છે. અહીં મોનસુનમાં બિમારી એટલા માટે ફેલાઇ જાય છે કે લોકોને લોકલ ડબ્બામાં ભરવામાં આવે છે. એકબીજાની બિમારી ફેલાઇ જાય છે. બીજી કારણ એ છે કે રોગ સામે લડવાની શક્તિ અમારી ઘટી ગઇ છે. કારણ કે ભોજનમાં પૌષક તત્વો પુરતા પ્રમાણમાં રહ્યા નથી. એકંદરે તમામ બાબતોમાં ખેડુતોની સ્થિતી વધુને વધુ મજબુત બનશે તો કેટલીક બિમારીથી પણ સીધી રીતે બચી શકાશે. મુંબઇમાં તો નાળા અને રેલવે લાઇનના કિનારે શાકભાજી ઉગાવવામાં આવે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here