કોરોના હજુ શરૂઆતી તબક્કામાં, ખરી તબાહી હજુ બાકી છે

0
21
Share
Share

લંડન,તા.૧૬

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલા દુનિયાના જાણીતા સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડ નાબ્રરોએ કહ્યું કે, કોરોના મહામારી હજુ તેના શરૂના તબક્કામાં છે. કોરોનાની બીજી વેવ આવવાની આશંકા હજુ ટળી નથી અને તે ખૂબ જ ખતરનાક સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. રિપોર્ટ અનુસાર, નાબ્રરોએ આ જાણકારી બ્રિટનની સંસદના હાઉસ ઓફ કોમન્સ ફોરેન અફેર કમિટિને કહી છે. તેમણે કહ્યું કે હાલમાં કોરોનાને લઇ ચિંતા મુક્ત થઇ ફરવું મોટું નુકસાન હોઇ શકે છે. આ સમય રાહતનો શ્વાસ લેવાનો નથી પણ આવનારા વિનાશ માટે તૈયાર રહેવાનો છે.

ડેવિડ નાબ્રરો WHOના વિશેષ પ્રતિનિધિ છે અને બ્રિટનની પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યૂટના કો-ડિરેક્ટર પણ છે. તેમણે ખાસ કરીને યુરોપને લઇ કહ્યું છે કે કોરોનાની બીજી વેવ આવવા પર અહીં સ્થિતિ વણસી શકે છે. કારણ કે કોરોના વાયરસ કાબૂની બહાર થઇ ગયો હતો, માટે હાલમાં વૈશ્વિક ઈકોનોમીમાં ન માત્ર મંદી બલ્કે તેની સંકોચાવવાનો પણ ખતરો છે. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ કરતા પણ ખરાબ સ્થિતિ છે.

તેમણે અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયોના દાવાને પણ ફગાવી દીધો છે કે ચીન દ્વારા WHO પ્રમુખને ખરીદી લેવામાં આવ્યા હતા. માટે સંગઠન કોરોના મહામારી પર યોગ્ય પગલુ લઇ શક્યું નહીં. વાયરસના કારણે ઈકોનોમીને એટલુ નુકસાન થયું છે કે ગરીબોની સંખ્યા બેગણી થઇ શકે છે. આપણે તો હજુ મહામારીના મિડલમાં પણ પહોંચ્યા નથી, બલ્કે આ તો શરૂઆત જ છે.

આ પહેલા WHOપ્રમુખ ડૉ. ટેડ્રોસે કહ્યું કે, દુનિયાના ઘણાં દેશો કોરોનાનો સામનો કરવામાં ખોટા માર્ગે જઈ રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણના કેસો વધી રહ્યા છે અને તેનાથી સાબિત થાય છે કે જે સાવચેતી અને ઉપાયોની વાત કરવામાં આવી રહી છે. તેનું પાલન કરવામાં આવ્યું નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, જો યોગ્ય પગલા લેવામાં આવ્યા નહીં તો કોરોનાની સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. નોર્થ અને સાઉથ અમેરિકા આ મહામારીના સકંજમાં હજુ પણ ખરાબ રીતે છે. અમેરિકામાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં ચાલી રહેલી તનાતનીને લીધે નવા કેસો સતત વધી રહ્યા છે.

WHO પ્રમુખે કહ્યું કે, બાળકો પર મહામારીની સૌથી ખરાબ અસર થાય છે. જોકે, શાળાઓને અસ્થાયી રીતે તે જ વિસ્તારોમાં બંધ કરવી જોઇએ જ્યાં સંક્રમણનો ખતરો સૌથી વધારે હોય. શાળાઓને બંધ કરવી મહામારીનો સામનો કરવામાં સૌથી છેલ્લો સ્ટેપ હોવો જોઇએ. સાથે જ સોશિયલ ડિસ્ટેન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here