કોરોના સાથે ઘણા અંધવિશ્વાસ આવ્યા

0
27
Share
Share

કોરોના વાયરસ પોતાની સાથે વ્યાપક અંધવિશ્વાસના પેકેજ લઇને આવતા તેની પણ હવે ચર્ચા નિષ્ણાંત અને વૈજ્ઞાનિક સમુદાયમાં જોવા મળી રહી છે. ભારતના દરેક હિસ્સામાં હાલમાં કોરોના આતંક વચ્ચે અંધવિશ્વાસની બોલબાલા છે. કોરોનાની હજુ  સુધી કોઇ શ્યોર દવા બની નથી. કોઇ વેક્સીન પણ તૈયાર કરાઇ નથી. ફિજિકલ ડિસ્ટેન્સ અને માસ્ક જ કોરોનાની સામે બચવા માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન અને પોતે ભારત સરકારે પણ આવા જ અભિપ્રાય આપ્યા છે. જો કે લોકો માસ્ક પહેરવાના બદલે સગા સંબંધીના ઘરે પહોંચી જઇને તેમના ડાબા પગના અંગુઠા પરપ હલ્દર અથવા તો મહેદી લગાવી રહ્યા છે. આમાં કહેવામાં આવે છે કે જેમની મહેંદી ઘેરી રહેશે તેને લાગે છે કે કોરોના દેવી માની ગઇ છે અને હવે કોરોના થશે નહીં. પ્રતાપગઢ, સુલ્તાનપુર, અયોધ્યા જેવા ઉત્તરપ્રદેશના વિસ્તારો અને દેશના અન્ય રાજ્યોમાં અન્ય શહેરો પણ આવી ગતિવિધીમાં પડેલા છે. પ્રતાપગઢ, સુલ્તાનપુર અને અયોધ્યામાં તો કેટલાક ગામોમાંથી હેવાલ આવી રહ્યા છે કે લોકો પોતાના દરવાજાથી લઇને પુરૂષના પીઠ પર હલ્દર, મહેંદી અને ગોબર સહિતની ચીજો છાપી રહ્યા છે. કાળી ંમાતાના મંદિર પર પહોંચી રહ્યા છે. તેમને લાગે છે કે આવા કામ કરવાથી કોરોના દેવી જતી રહેશે. બીજી બાજુ ગુજરાતમાં તો છેલ્લા એક પખવાડિયામાં જ છ હજાર લીટર ગૌમુત્રનુ વેચાણ કરવામાં આવ્યુ છે. આવી સ્થિતીમાં જો ગૌમુત્ર સફળ છે તો સરકારે જ સૌથી પહેલા માહિતી આપી હોત. ભારત સરકારે ગાય પર વૈજ્ઞાનિક શોધ માટે રાષ્ટ્રીય કામધેનુ પંચની રચના કરેલી છે. કોઇ સમય ગણેશ ભગવાને દુધ પીધા હોવાના હેવાલ આવ્યા હતા. હવે બિહારના સમસ્તીપુરમાં કેટલાક મંદિરોમાં નંદી પી રહ્યા છ. ત્યાં મંદિરોમાં નંદીને દુધ પિવડાવવા માટે લોકોની ભીડ જામી રહી છે. જેથી લોકડાઉનના નિયમો પણ પાળવામાં આવી રહ્યા નથી. તેમને ભગાડી દેવા માટે પોલીસને આક્રમક એક્શનમાં આવવાની જરૂર દેખાઇ રહી છે. લોકો રામચરિતમાનસથી લઇને ગીતા સુધીમાં પહેલા કોઇ સમયમાં પડી ગયેલા જુના વાળને શોધી રહ્યા છે. તેને વાળ મળે છે તે એક ગ્લાસમાં પાણીમાં ડુબાડીને ફેંકી દે છે. પીણી એમ પીવામાં આવે છે. પાણી એમ પીવામાં આવે છે જેમ કે કોઇ કોરોના વિરોધી દવા છે અને તેનાથી ઠીક થઇ જશે. આસામથી લઇને અમદાવાદ સુધીના વિસ્તારમાં અંધવિશ્વાસની બોલબાલા જોવામાં આવે છે. અંધવિશ્વાસ કોરોનાથી બચવા માટેની લડાઇને કમજોર કરે છે. બરેલીમાં તો અંધવિશ્વાસના ભાગરૂપે ગામોમાં મહિલાઓ એકત્રિત થઇને ડોલ ભરી ભરીને પાણી કુવામાં નાંખી રહી છે. પુરૂષો કુવામાં સિક્કા ફેંકી રહ્યા છે. જનતા કરફ્યુના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલ્થ વર્કસના સન્માનમાં થાળી, તાલી વગાડવા માટે લોકોને અપીલ કરી હતી. જો કે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો હજુ સુધી સાંજે દરરોજ થાળી, તાલી જુલુસ કાઢી રહ્યા છે. જયપુરની આસપાસના કેટલાક ગામોમાં તો મહિલાઓ સમુહમાં રહીને સુર્યની પુજા કરીને સાત ઘરથી પૈસા માંગીને ચુડિયાઓ ખરીદી રહી છે. ટુંકમાં ચારેબાજુ અંધવિશ્વાસની બોલબાલા દેખાઇ રહી છે. ફરૂકાબાદથી લઇને બાલોદ સુધી મહિલાઓ જુદા જુદા અંધવિશ્વાસમાં આવીને તોર તરીકા અજમાવી રહી છે. વૈજ્ઞાનિકો આ તમામ ગતિવિધીને જોઇને હાસ્ય અનુભવી શકે છે પરંતુ  અંધવિશ્વાસમાં પડેલા લોકોને કોઇની પડી નથી. ભારતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. કેસોનો આંકડો ૧૦ લાખથી ઉપર પહોંચી ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here