કોરોના સતત તબાહી મચાવી શકે

0
17
Share
Share

કોરાના વાયરસના કેસો ભારતમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કેસોની સંખ્યા વધીને ૯૦ લાખના આંકડાને પાર  કરી ગઇ છે. હજુ કેસો સતત વધી રહ્યા છે. ગંભીર કેસોની સંખ્યા પણ ખુબ વધારે છે જે ચિંતા ઉપજાવે છે. આના કારણે કેટલીક બાબત ઉભરીને સપાટી પર આવી છે. કોરાના વાયરસને લઇને ભારતની તૈયારી કેટલી રહી છે તે બાબત પણ હાલના કેસોથી સાબિત થાય છે. કોરોના વાયરસના વધતા જતા કેસોની વચ્ચે ચિતિંત રહેલી કેન્દ્ર સરકારે દુનિયાભરના દેશો સાથે ભારતના સંપર્કને થોડાક સમય માટે તોડી નાંખતા આની ચર્ચા દેશના લોકોમાં  થઇ ચુકી છે.  લોકોને વધુ સુરક્ષા આપવા અને કોરોનાના ફેલાવાને રોકવા માટે આ નિર્ણય કરવામાં આવ્યા હતા.કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને યોગ્ય કહી શકાય છે. અલબત્ત આ નિર્ણય લેવામાં સમય લાગ્યો છે જેથી કેસોની સંખ્યામાં વધારો થઇ ગયો છે. કેન્દ્ર સરકારે તમામ દેશોમાંથી આવતા લોકોની અવરજવર પર બ્રેક મુકી દીધી છે. મોદી સરકારે દરેક પ્રકારના વીઝાને રોકી દીધા છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા  પહેલાથીજ કોરોના વાયરસને ખતરનાક વૈશ્વિક બિમારી જાહેર કરી દીધી છે. કેન્દ્ર સરકારના નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. અમેરિકા સહિતના વિશ્વના દેશો પહેલાથી જ આવા નિર્ણય લઇ ચુક્યા છે. કોરોના વાયરસ હવે એક એવી બિમારી છે જે દુનિયાના મોટા ભાગના દેશોમાં ફેલાઇ ચુકી છે. ભારત હવે વિશ્વના સૌથી વધારે પ્રભાવિત રહેલા દેશોની યાદીમાં બીજા સ્થાને છે.  આ સંખ્યા સતત વધી રહી છે. કેટલાક લોકો તો હજુ પણ માની રહ્યાછે કે  ખુબ પહેલાથી જ વિદેશી લોકોની અવરજવર પર બ્રેક મુકી દીધી હોત તો દેશમાં કોરોનાના એટલા મામલા સપાટી પર ન આવ્યા હોત. રોગીઓની સંખ્યામાં સતત વધારો દર્શાવે છે કે ચેતવણી અને અલર્ટને લઇને કરવામાં આવેલી જાહેરાતોને યોગ્ય રીતે અને કઠોર રીતે પાળવામાં આવી નથી. જેથી તેના કેસોમાં વધારો થયો છે.ે આ ખતરો ટળી જાય તેમ નથી. સાનુકુળ વાતાવરણ રહેવાની સ્થિતીમાં આવનાર વર્ષોમાં કોરોના ફરી હાહાકાર મચાવી શકે છે. જર્મન ચાન્સલર અંગીલા માર્કેલે ત્યાંની સંસદમાં કહ્યુ છે કે આવનાર વર્ષોમાં ૭૦ ટકા વસ્તીમાં આ વાયરસ તેની અસર કરી શકે છે. તેમના આ નિવેદનથી સાંસદોની ચિંતા વધી ગઇ હતી. જર્મનીએ આના માટે મુલ્યાંકનની કામગીરી કરી છે. ભારત આના માટે તૈયાર છે તેવા પ્રશ્ન થઇ રહ્યા છે. માનવીના આરોગ્ય માટે તો કોરોના ઘાતક છે. સાથે સાથે આર્થિક ક્ષેત્ર માટે પણ તે ખતરનાક છે. કોરોના વાયરસ વૈશ્વિક બજારો માટે કહેર બનીને તુટી પડતા ચિંતાનુ મોજુ છે. હવે આ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે દુનિયાભરની અર્થવ્યવસ્થા તેના સકંજામાં આવી ચુકી છે. સાઉદી અરેબિયાએ રશિયાની સાથે ક્રુડ ઓઇલના ઉપાદન પર સમજુતી તોડીને એક પ્રકારથી કિંમતોને લઇને વોરની જાહેરાત કરી દીધી હતી. જેની અસર દુનિયાના શેરબજારમાં જોવા મળી હતી. કોરોના વાયરસે તેલના ખેલને એક નવા રંગ રૂપ આપી દેતા નવી ચિંતા રહેલી છે. પ્રમુખ તેલ ઉત્પાદક દેશ સાઉદી અરેબિયા પહેલા કિંમતોને સ્થિર કરવા માટે ઉત્પાદનને ઘટાડી દેવા માટે ઇચ્છુક હતુ. જો કે અમેરિકા દ્વારા ચીનને તેલ પુરવઠો આપવાની જાહેરાત બાદ તેના દ્વારા ઉત્પાદનને વધારી દેવાની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા છે. સાઉદી અરેબિયા દ્વારા છેડવામાં આવેલા પ્રાઇસ વોરની અસર હવે કેટલી રહે છે તે બાબત આવનાર દિવસોમાં નક્કી કરી શકે છે. બદલાઇ રહેલા તમામ સમીકરણ પર અમને હવે નજર રાખવાની જરૂર છે. કોઇ પણ કિંમતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે આગળ વધવાની જરૂર છે. તૈયારીને લઇને વધુ કઠોર બનવાની જરૂર છે. કોરોના વાયરસને લઇને  હાલમાં તો દુનિયાના દેશો હચમચી ઉઠ્યા છે. ભારતમાં કોરોનાના કેસો જે રીતે વધી રહ્યા છે તે જોતા કહી શકાય છે કે કોરોના સતત તબાહી મચાવી શકે છે. જે રીતે ભારતના રાજ્યોમાં કોરોનાના કેસો છે તે જોતા હાલત ખરાબ છે. મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં હાલત ખરાબ છે. દિલ્હી સહિતના રાજયોમાં હાલત હજુ બેકાબુ બનેલી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here