કોરોના સંક્રમણ વધતા વરાછા,કતારગામમાં ગલ્લા બંધ કરાવવા તાકીદ

0
20
Share
Share

વરાછા,તા.૧

વરાછા અને કતારગામ ઝોનમાં કોરોના ચેપને નિયંત્રણમાં લેવા માટે પાનના ગલ્લાઓ પર ફરી એક વખત તવાઇ આવી છે. આ બે ઝોનમાં પાનના ગલ્લાઓ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે. પાનના ગલ્લાઓ પર મોડી રાત સુધી લોકોની ભીડ થતી હોવાની ફરિયાદ બાદ ગલ્લાઓ બંધ કરાવવા તાકીદ કરવામાં આવી છે.

વરાછા અને કતારગામ ઝોનમાં બહારગામથી આવતા લોકોની અવરજવર વધતા પાલિકાએ તકેદારીનાં પગલાં ભરવાનું શરૂ કર્યુ છે. કતારગામ ઝોનમાં છેલ્લા બે દિવસથી લોકોની ભીડ થતી હોય તેવી ચાની લારીઓ તથા પાનના ગલ્લા બંધ કરાવવામાં આવી રહ્યા છે. હીરાના કારખાનાઓેની નજીક આવેલા ગલ્લાઓને બંધ કરાવવામાં આવી રહ્યા છે. વરાછા ઝોનમાં પણ પાનના તમામ ગલ્લાઓ બંધ કરાવવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા શો રૂમ, રીટેલ શોપ તથા મોલમાં એપોઇન્ટમેન્ટથી જ પ્રવેશ આપવા શક્યતા ચકાસવા જણાવાયું છે.

લકઝરી બસમાં આવતા મુસાફરોને સુરત શહેરમાં ઉતારવાને બદલે કામરેજની આસપાસ ઉતારી દેવાતા હોવાની ફરિયાદ મળી છે. બહારગામથી આવતા લોકોનું રેપિડ ટેસ્ટ થાય તે માટે નિયત જગ્યાએ જ તમામ મુસાફરોને ઉતારવા લકઝરી બસ સંચાલકોને તાકીદ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here