કોરોના સંક્રમણ વધતા રાજકોટમાં આરએમસીએ ૬ હોટલ સહિત પાનના ગલ્લાઓ કર્યા સીલ

0
21
Share
Share

રાજકોટ,તા.૨૦
રાજ્યમાં કોરોના મહામારી ફાટી નિકળી હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે. લોકોએ દિવાળીના તહેવારોમાં ધુમ ખરીદી કરી અને તહેવારોમાં ઉજવણીમાં મસ્ત બની કોરોના મહામારીને ભૂલી ગયા જેના કારણે હવે રાજ્યના મોટા ભાગના શહેરોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોનો રાફડો ફાટી નિકળ્યો છે. જેથી હવે કોવિડ હોસ્પિટલો માં બેડ પણ ફુલ થઇ ગયા છે. આરોગ્ય તંત્ર પણ યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દીધુ છે.
રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અહિં લોકો માસ્ક વગર જ ફરી રહ્યા છે અને લોકો ખરીદીદ માટે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી રહ્યા નથી જેને લઇ હવે રાજકોટ મહાનગર પાલિકા આકરી કાર્યવાહી કરી રહ્યું છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા આરએમસી કાર્યવાહી કરી રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આજે ૬ હોટલ અને પાનના ગલ્લા ૭ દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યા છે. અહિં લોકો માસ્ક પહેર્યા વગર ભીડ કરતા હતા. જેથી આરએમસી દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ કોરાનાના કેસ વધતા આરએમસી એકશન મોડમાં આવી ગઇ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ હોટેલ અને એક પાનની દુકાન સીલ કરી દેવામાં આવી છે. સીલ કરેલા તમામ એકમ સાત દિવસ માટે સીલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન શહેરના રામાપીર ચોકડી નજીક દેવજીવન ટી સ્ટોલ પણ સીલ કરી દેવામાં આવ્યું છે. રામાપીર ચોકડી હરસિધ્ધિ ડિલક્સ, રાજનગર ચોક જયસીયારામ ટી સ્ટોલ, આનંદ બંગલા ચોક રવેચી હોટેલ અને જય મોમાઇ પાન લીમડા ચોક સીલ કરાઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here