કોરોના સંક્રમણની ચેઈન તોડવા લોકોને જાગૃત કરવાના અભિયાનમાં મનપાને કોવિડ કો-ઓડર્ીનેટરોનો મળ્યો સાથ

0
19
Share
Share

રાજકોટ તા.૧૫

કોરોનાની વૈશ્વિક મહામારી સામે રાજકોટ શહેરમાં અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં તંત્રના પ્રયાસો સ્થાનિક લોકોનો સાથસહકાર મળતા વધુ અસરકારક સાબિત થઇ રહયા છે. જેમાં વોર્ડવાઈઝ કોવિડ કોઓડર્ીનેટરોની નિયુક્તિ ખુબ જ મહત્વપૂર્ણ બની છે. કોઓડર્ીનેટરો નેતૃત્વ લઇને નાગરિકોને જઙઘ૨ ચેકિંગ કરવા તેમજ જરુરિયાતમંદ નાગરિકોને એન્ટીજન ટેસ્ટ કરાવવા પણ સમજાવી રહયા છે અને તેઓના પ્રયાસો સફળ થઇ રહયા છે. ઘણા નાગરિકો એવા છે જેઓ કોરોનાના નિદાન માટેનો ટેસ્ટ કરાવતા અચકાઈ રહયા છે પરંતુ તમામ વોર્ડમાં નિયુક્ત કરાયેલા કોવિડ કો-ઓડર્ીનેટરો નાગરિકોને જાગૃત કરવામાં અને તંત્રને સહયોગ પ્રદાન કરવા અને જરુરી ટેસ્ટ કરાવવામાં ખુબ જ ઉપયોગી પૂરવાર થઇ રહયા છે જે નોંધપાત્ર બાબત છે. કોવિડ કો-ઓડર્ીનેટરો સામાજિક નેતૃત્વ કરી રહયા છે અને લોકોમાં વિશ્વાસ સંપાદન કરવાની મુશ્કેલ કામગીરી નિભાવી તંત્રને સાથસહકાર આપતા તંત્રનું કામ સરળ બન્યું છે, તેમ મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું,

છેલ્લા બે દિવસમાં શહેરની જુદીજુદી સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું, કોઈને તાવ કે શરદી દેખાય તો તરત જ આવશ્યક પગલાં લઇ શકાય તે માટે ત્વરિત જાણકારી મેળવવામાં  શહેરના ૧૮ વોર્ડમાં નિયુક્ત કરાયેલા કુલ ૬૯૨ કો-ઓડર્ીનેટરો રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ આપી ઉમદા કાર્ય કરી રહયા છે. જે તે વોર્ડમાં કોવિડ કો-ઓડર્ીનેટરો લોકોને એન્ટીજન ટેસ્ટ કરાવવા માટે સમજાવે છે અને તેના પરિણામે લોકો ખચકાટ વગર ટેસ્ટ કરાવવા તૈયાર થવા લાગ્યા છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વર્તમાન સમયમાં નાગરિકો જેટલી વધુ કાળજી રાખે એટલું કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખી કોવિડ કોર્ડિનેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જણાવી મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં જો કોઈને પણ શરદી કે તાવ હોય તો તુર્ત જ કોવિડ કોર્ડિનેટર દ્વારા  મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસરને જાણ કરી શકાય. જેના માધ્યમથી હેલ્થ હેલ્પલાઈન ૧૦૪ મારફત જરુરી કાર્યવાહી કરશે. આ ઉપરાંત જે કોઈ દદર્ીને કોરોનાના પોઝિટિવ લક્ષણ દેખાય તો તેની છેલ્લા ૧૪ દિવસની હિસ્ટ્રીની તપાસ કરી આવશ્યક એવા તમામ પગલાં લઇ શકાય.

વિશેષમાં જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે, ફરજિયાત માસ્ક પહેરવા, તેમજ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ થાય અને લોકો સતત જાગૃત રહી કોરોના વાયરસ સામે ચાલતી લડતમાં સહભાગી બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયાસો કરી રહી છે.છેલ્લા બે દિવસમાં શહેરની જુદીજુદી સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું, કોઈને તાવ કે શરદી દેખાય તો તરત જ આવશ્યક પગલાં લઇ શકાય તે માટે ત્વરિત જાણકારી મેળવવામાં  શહેરના ૧૮ વોર્ડમાં નિયુક્ત કરાયેલા કુલ ૬૯૨ કો-ઓડર્ીનેટરો રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ આપી ઉમદા કાર્ય કરી રહયા છે. જે તે વોર્ડમાં કોવિડ કો-ઓડર્ીનેટરો લોકોને એન્ટીજન ટેસ્ટ કરાવવા માટે સમજાવે છે અને તેના પરિણામે લોકો ખચકાટ વગર ટેસ્ટ કરાવવા તૈયાર થવા લાગ્યા છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વર્તમાન સમયમાં નાગરિકો જેટલી વધુ કાળજી રાખે એટલું કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખી કોવિડ કોર્ડિનેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જણાવી મ્યુનિ. કમિશનરે વધુમાં એમ જણાવ્યું હતું કે, જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં જો કોઈને પણ શરદી કે તાવ હોય તો તુર્ત જ કોવિડ કોર્ડિનેટર દ્વારા  મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસરને જાણ કરી શકાય. જેના માધ્યમથી હેલ્થ હેલ્પલાઈન ૧૦૪ મારફત જરુરી કાર્યવાહી કરશે. આ ઉપરાંત જે કોઈ દદર્ીને કોરોનાના પોઝિટિવ લક્ષણ દેખાય તો તેની છેલ્લા ૧૪ દિવસની હિસ્ટ્રીની તપાસ કરી આવશ્યક એવા તમામ પગલાં લઇ શકાય.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here