કોરોના સંક્રમણના કારણે મહત્ત્વપૂર્ણ નિર્ણયો

0
15
Share
Share

સરકારી ઓફિસોમાં ૩૧ માર્ચ,૨૦૨૧ સુધી તમામ ખરીદી પર પ્રતિબંધ

અમદાવાદ,તા.૧૨

કોરોના સંક્રમણના સમયમાં સરકારની આર્થિક સ્થિતિ નાજુક હોવાથી કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નવી ખરીદી બંધ કરી દેવામાં આવી છે, જેમાં એવું કહી શકાય કે પીવાના પાણીના ગ્લાસની ખરીદીમાં પણ નાણાં વિભાગની મંજૂરી લેવી પડશે. એટલું જ નહીં, આ પ્રકારના પ્રતિબંધના આદેશનું પાલન માર્ચ ૨૦૨૧ સુધી કરવું પડશે.

રાજ્યના નાણાં વિભાગના અધિકારીઓની સમીક્ષા બેઠક પછી તેણે નવી ખરીદી આવતા વર્ષ સુધી બંધ કરી દીધી હોવાના આદેશ કર્યા છે, જેથી સરકારી કચેરીઓ સંકટ અને અસુવિધાનો સામનો કરી રહી છે. નાણાં વિભાગે મોટા ભાગની ખરીદી ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી સ્થગિત કરી દીધી છે.

તમામ સરકારી વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનની કચેરીના વડાને આપવામાં આવેલી સૂચના પ્રમાણે નવાં વાહનોની ખરીદી કરી શકાશે નહીં. ઇલેક્ટ્રોનિક્સ સાધનો, જેવાં કે કમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્સ, એસી, મોબાઇલ ફોન, લેપટોપ, કૂલર અને આઇટી સંલગ્ન મશીનરીની ખરીદી પર ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ ઉપરાંત કોઇપણ ઓફિસમાં નવું ફર્નિચર વસાવી શકાશે નહીં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here