કોરોના સંકટ વચ્ચે મણિપુર સરકારે ૧૫ જુલાઇ સુધી લોકડાઉન લંબાવ્યુ

0
46
Share
Share

તેલંગાણાના સરકારે પણ લોકડાઉન લંબાવવાના સંકેત આપ્યા

ઇમ્ફાલ,તા.૨૯

મણિપુર સરકારે ૧-૧૫ જૂલાઈ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે જણાવ્યું હતું કે, ૧-૧૫ જૂલાઈ સુધી એટલે કે, ૧૫ દિવસ માટે વધુ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.

દેશભરમાં વધી રહેલા કોરોના કેસને જોતા તેલંગણા સરકારે પણ રાજ્યમાં ફરી એક વાર લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી શકે છે. તેલંગણાના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી લોકડાઉન લંબાવવાના સંકેત આપી દીધા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર હૈદરાબાદમાં ફરીથી લોકડાઉન લગાવવું સારૂ રહેશે. પણ લોકડાઉનને લાગૂ કરવું એ બહુ મોટો નિર્ણય હશે. સરકારી મશીનરી અને લોકોને તેના માટે તૈયાર કરવા પડશે.

તો વળી આ બાજૂ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારના રોજ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ૩૦ જૂન બાદ પણ લોકડાઉન હટાવવામાં આવશે નહીં. રાજ્યના લોકોને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૩૦ જૂન બાદ પણ લોકડાઉન હટશે નહીં. પરિસ્થિતી પહેલા જેવી રહી નથી. પ્રતિબંધો હટાવતા આપણે ઘણી સાવધાની રાખવી પડશે. અને તેને ધીમે ધીમે કરવું પડશે. કારણ કે, કોરોના હજૂ ખતમ નથી થયો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here