કોરોના સંકટ વચ્ચે અક્ષય કુમાર સારા અને ધનુષ સાથે કરશે ફિલ્મનુ શૂટિંગ

0
40
Share
Share

મુંબઈ,તા.૨૮

બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર કોરોના કાળ બાદ પોતાની આગામી ફિલ્મ ’અતરંગી રે’નુ શૂટિંગ શરૂ કરવા જઇ રહ્યો છે. ફિલ્મમાં અક્ષયની સાથે એક્ટ્રેસ સારા અલી ખાન અને સાઉથ સુપરસ્ટાર ધનુષ દેખાશે. ફિલ્મ ડાયરેક્ટર આનંદ એલ રાયની સ્પષ્ટતા કરી છે કે, ફિલ્મનુ શૂટિંગ આગામી ઓક્ટોબર મહિનાથી શરૂ થઇ જશે, અને આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફિલ્મ નિર્દેશક આનંદ એલ રાયે જણાવ્યુ કે, આ લૉકડાઉન દરમિયાન મે ’અતરંગી રે’ના આગામી શિડ્યૂલની તૈયારી માટે બહુ જ સમય કાઢ્યો છે. હુ આગાળનુ શિડ્યૂલ શરૂ કરવા તૈયાર છુ, જે ઓક્ટોબરમાં મદુરૈથી શરૂ થશે,

બાદમાં અક્ષયની સાથે દિલ્હી અને મુંબઇમાં એક મહિનાનુ શિડ્યૂલ છે. અમે સેટ પર તમામ પ્રકારની સુરક્ષા અને સાવધાનીઓ રાખવાના છીએ. ખાસ વાત છે કે સારા અને ધનુષ લૉકડાઉન પહેલા જ વારાણસીમાં ફિલ્મનું પહેલા શિડ્યૂલ ખતમ કરી ચૂક્યા છે. હિમાંશું લેખિત ’અતરંગી રે’ વર્ષ ૨૦૨૧માં આવવાની આશા છે. સારા અલી ખાને થોડાક સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર અક્ષય અને ધનુષની સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરમાં બન્ને અભિનેતા અભિનેત્રીના ગાલ પર કીસ કરતા દેખાતા હતા. વળી બીજી તસવીરમાં અક્ષય અને સાર ધનુષના ગાલ ખેંચતા દેખાતા હતા. ૫૨ વર્ષીય અક્ષય કુમાર ‘અતરંગી રે’ ફિલ્મમાં સ્પેશ્યલ રૉલમાં દેખાશે. ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયે આ અંગે કહ્યું હતુ,

આ પ્રકારનો રૉલ કરવા અક્ષય જેવા એક સુરક્ષિત અભિનેતાને લેવામાં આવ્યો છે. જ્યારે મે તેને સ્ટૉરી સંભળાવી તો ૧૦ મિનીટની અંદર જ તેને હા કહી દીધી હતી. ફિલ્મ કરવાને લઇને અક્ષય કુમારની એક ખાસ વાત બહાર આવી છે. સુત્રો અનુસાર અક્ષય કુમારે ‘અતરંગી રે’ ફિલ્મ માટે અધધધ ફી વસૂલી છે. રિપોર્ટ પ્રમાણે ૧૪ દિવસના શૂટિંગ માટે અક્ષય કુમાર ૨૭ કરોડ રૂપિયા લેવાનો છે. આ ફિલ્મમાં અક્ષય સ્પેશ્યલ રૉલમાં દેખાશે. આ ફિલ્મનૂ શૂટિંગ પણ શરૂ થઇ ચૂક્યુ છે, અને અક્ષય કુમાર આ ફિલ્મ માટે લગભગ બે અઠવાડિયાનુ શૂટિંગ કરશે. જોકે, ફિલ્મના ડાયરેક્ટરે અક્ષયની અંગે હજુ સુધી કોઇ કન્ફર્મેશન આપી નથી.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here