કોરોના સંકટઃ સુરત મનપાએ સરકાર પાસેથી રૂ.૧૨૮ કરોડની માંગણી કરી

0
18
Share
Share

સુરત,તા.૩૦

શહેરમાં કોરોનાનો કહેર ડિસેમ્બર મહિના સુધી ચાલશે એવી ધારણા મૂકીને સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસેથી રૂ. ૧૨૮ કરોડની માંગણી કરી છે. હાલમાં સુરત પાલિકાની તિજોરી ખાલી થઇ જતા પાલિકાએ કોરોનાને નાથવા માટે ડિસેમ્બર સુધીમાં રૂ. ૧૪૦ કરોડનો ખર્ચ કરવો પડશે એવો અંદાજ મૂકીને રાજય સરકાર સમક્ષ ભંડોળની માંગણી કરી છે. સુરતમાં કોરોનાને લગતી વિવિધ કામગીરી પાછળ પાલિકાએ અત્યાર સુધીમાં રૂ. ૪૦ કરોડનો ખર્ચ કર્યો છે. રાજય સરકારે કોરોનાની ગ્રાન્ટ પેટે રૂ. ૪૩ કરોડની ફાળવણી કરી છે. જોકે ૪૦ કરોડ રાહત કામગીરી, દવા, હૉસ્પિટલના બીલ, માસ્ક સહિતના સાધનોની ખરીદી પાછળ વપરાયા છે.

થોડા સમય પહેલા પાલિકાએ રાજયના રાહત કમિશનર પાસેથી રૂ.૧૦૦ કરોડની માંગણી કરી હતી, પરંતુ હજુ સુધી એક પણ રુપિયો આપવામાં આવ્યો નથી. કોરોના લઇને મનપાને કોઈ પણ પ્રકારની આવક નથી. જેને લઈએ મનપાની તિજોરી હાલ ખાલી થઇ ગઈ છે. આથી આગામી ચાર-પાંચ મહિના સુધી કોરોનાને લગતી કામગીરી માટે પાલિકાને રૂ. ૧૪૦ કરોડની જરુરીયાત ઊભી થશે. આ મામલે પાલિકા કમિશનરે રાજયના શહેરી વિકાસ ખાતાના અગ્રસચીવ મુકેશ પુરીને પત્ર પાઠવી રૂ. ૧૪૦ કરોડના ભંડોળની માંગણી કરી છે.

જે રીતે સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને પાલિકાએ શહેરની ૫૦ બેડથી મોટી તમામ ખાનગી હૉસ્પિટલ સાથે એમઓયુ કરી દરેક હૉસ્પિટલને એડવાન્સ ૧૦-૧૦ લાખની ચૂકવણી કરી છે. આગામી મહિનાઓમાં ખાનગી હૉસ્પિટલમાં પાલિકાના ક્વોટામાં દાખલ દર્દીઓની સારવાર પેટે કરોડોની ચૂકવણી કરવાની થશે. આ ઉપરાંત કોરોના શરુ થયો ત્યારથી આજ સુધી દરેક હેલ્થ સેન્ટર, સ્મીમેર અને મસ્કતિ હૉસ્પિટલમાં તમામ સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે. આ ખર્ચ મનપાના માથે આવી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here