કોરોના સંકટઃ સાઉદી અરબે ભારતથી આવતા-જતા લોકો પર પ્રતિબંધ મૂક્યો

0
30
Share
Share

રિયાધ,તા.૨૩

સાઉદી અરબે ભારતથી આવતા અને ભારત જતા લોકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોના સંક્રમણને લઈ આ ફેંસલો લેવામાં આવ્યો છે. જેને લઈ સરકારે આદેશ પણ જાહેર કર્યો છે. ભારત ઉપરાંત સાઉદીએ બે અન્ય દેશો બ્રાઝીલ અને આર્જેન્ટીના પર પણ પ્રતિબંધ મુક્યો છે.

સાઉદીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. પાંચ દિવસ પહેલા દુબઈ એરપોર્ટ પર કોરોના વાયરસ ન હોવાનું સર્ટીફિકેટ લઈને એર ઈન્ડિયા એક્સપ્રેસથી આવતા મુસાફરો પર ૨ ઓક્ટોબર સુધી પ્રતિબંધ મુકી દીધો હતો.

યુએઈ સરકારના નિયમો મુજબ ભારતથી આવતા દરેક મુસાફરોએ ટ્રાવેલિંગના ૯૬ કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડેશ અને તપાસમાં કોરોના સંક્રમણ નહીં હોવાનું સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત છે.

ગત મહિને એર ઈન્ડિયાની ઉડાનને ૧૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી હોંગકોંગમાં લેંડિંગથી રોકી દેવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here