કોરોના સંકટઃ રાજકોટ-ખેડબ્રહ્મા-જુનાગઢમાં સ્યંભૂ લોકડાઉન કરાયું

0
27
Share
Share

સાબરકાંઠા,તા.૧૪

હેર હોય કે ગામડા, સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન તો હટાવી દીધું છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા ગુજરાતમાં લોકો હવે સ્વયંભૂ લોકડાઉન અપનાવી રહ્યાં છે. સંક્રમણ અટકાવવુ હશે તો સ્વંયભૂ લોકડાઉન જ એક રસ્તો છે તેવુ લોકો સમજી ગયા છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેપારીઓએ સ્વંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે. વેપારીઓએ ૧૪થી ૨૧ સપ્ટેમ્બર સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો રાજકોટના સોની બજારમાં પણ એક અઠવાડિયાનું સ્વયંભૂ લૉકડાઉન છે. ૧૯ સપ્ટેમ્બર સુધી રાજકોટનું સોની બજાર સંપૂર્ણ બંધ છે.

તો આ ઉપરાંત જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.  ખેડબ્રહ્મા શહેરમાં વધતા કોરોના કેસ અને સંક્રમણને અટકાવવા માટે સ્વંયભુ બજાર બંધ કરવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરાયો છે. ૧૪ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર સુધી બજાર બંધ રાખવાનો વેપારી એસોસિએશનએ નક્કી કર્યું છે. નગરપાલિકા દ્વારા નગરની ગલીએ ગલીએ જાહેરાત કરી આઠ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા અપીલ કરાઈ છે. જોકે, આ વચ્ચે આવશ્યક સેવાઓ જેમ કે, દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here