કોરોના સંકટઃ રાજકોટમાં ૪૧ કેસ, ૯ના મોત, લોકોમાં ગભરાટ

0
27
Share
Share

રાજકોટ,તા.૧૭

રાજકોટમાં આજે ૪૧ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કેસની સંખ્યા ૨૨૨૮ થઈ છે. રાજકોટમાં કોરોનાથી મોતની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટમાં વધુ ૯ દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. છેલ્લા ૩ દિવસમાં કોરોનાથી ૨૦થી વધુના મોત થયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક પણ વધી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા ૪૧૦૦ને પાર પહોંચી ગઈ છે.

ગોંડલમાં ગઈકાલે રવિવારે પોરબંદરના સાંસદ રમેશ ધડુકના પુત્ર સહિત ૭ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજથી શહેરમાં હેલ્થ સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ હજારથી વધુ ઘરે જઈ ૧,૨૦, ૦૦૦ કરતા વધુ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવશે. આજથી શહેરના નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૫૫ ટીમ સાથે ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં કામગીરી હાથ ધરાય છે. ગોંડલના ડેપ્યુટી કલેક્ટર દ્વારા મીડિયાના માધ્યમથી માહિતી આપીને લોકોને ડ્રાઈવમાં સહકાર આપવા અપીલ કરી છે.

જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં કોરોનાનાં કેસ વધી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં ૨૭, ગીર-સોમનાથ જિલ્લામાં ૨૦, અમરેલી જિલ્લામાં ૩૦ અને પોરબંદર જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા હતાં. જામનગર જિલ્લા અને શહેરમાં બે દિવસમાં કુલ મળીને અનુક્રમે ૧૦ અને ૧૦૪ મળીને ૧૧૪ કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. મોરબી જિલ્લામાં શનિવારે ૪૦ તો રવિવારે ૭ મળીને ૪૭ કેસ સામે આવ્યા હતા અને એક દર્દીનું મોત નીપજ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here