કોરોના સંકટઃ જામનગરમાં વયસ્ક દર્દીઓ માટે શરૂ કરાયો જીરીયાટ્રીક વોર્ડ

0
20
Share
Share

જામનગર,તા.૨૨

જામનગરમાં કોરોનાનો મૃત્યુદર ઘટાડવા માટે તંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે ત્યારે વયસ્ક દર્દીઓ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કાર્યરત કોવીડ-૧૯ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રનો પ્રથમ અને રાજ્યનો બીજો જીરીયાટ્રીક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં વોર્ડમાં ૬૦ વર્ષથી વધુ વયના કોરાનાગ્રસ્ત દર્દીઓને અલાયદી સારવાર સાથે સારસંભાળઅને માનસિક સધિયારો આપવામાં આવશે. પ્રાથમિકથી લઇ ઇમરજન્સી સારવારમાં કોઈ તકલીફ ઉભી ન થાય તેની ખાસ તકેદારી રખાશે તથા અનુભવી નર્સીંગ સ્ટાફની નિમણૂંક કરાશે. જામનગરમાં કોરોનાના સંકમણે માઝા મૂકી છે. ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધો આ મહામારીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સપડાયા છે.

ત્યારે વયસ્ક દર્દીઓ માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના માર્ગદર્શન હેઠળ જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં જીરીયાટ્રીક કોવિડ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં વયસ્ક કોરાનાગ્રસ્ત દર્દીઓને અલાયદી સારવાર સાથે સારસંભાળ લેવામાં આવશે. આ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોષી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના કોરોના નોડલ ડો. હિતેન્દ્ર દેસાઇએ રૂબરૂ માર્ગદર્શન પૂરૂ પાડયું હતું. જી.જી. હોસ્પટલમાં હાલ આ જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત થઇ ગયો છે. આ માલે જી.જી.હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.ધર્મેશ વસાવડાએ કહ્યું કે,

જામનગરમાં કોરોનાનો મૃત્યુઆંક ઘટાડવા સરકાર એલર્ટ બનીને ઊપરાછાપરી પગલાં લેવા માંડી છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે, કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને પ્રશાસનને સહયોગ આપીએ. કોરોનાકાળમાં અત્યાર સુધી ગમે તે રીતે રહ્યા હોઇએ, હવેની સ્થિતિ ધારણા કરતા વધુ ગંભીર છે. ત્યારે હવે લોકોને વધારે જાગૃત થવાની અપીલ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here