કોરોના સંકટઃ ખેડબ્રહ્મામાં હવે ગ્રામ્ય વિસ્તારો પણ સ્વયંભૂ બંધ પાળશે

0
24
Share
Share

સાબરકાંઠા,તા.૧૬

સાબરકાંઠા જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એને અટકાવવા માટે સરકારના અનલોકમાં પણ લોકો સ્વયભું લોકડાઉન પાળી રહ્યા છે. જિલ્લાના ખેડબ્રહ્મા શહેર સ્વયંભુ બંધ રહ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રાંતિજ તાલુકાનું તખતગઢ ગામમાં કોરોનાનું સંક્રમણ વધતા ગામ સ્વયભું સાત દિવસ માટે બંધ રહેશે.

સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં ૯૦૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે ત્યારે જિલ્લામાં પ્રથમ ખેડબ્રહ્મા શેહર એક સપ્તાહ સુધી સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો બાદમાં ગ્રામ્ય પંથકમાં પણ કોરોના સંક્રમણ વધવાને લઇ ગ્રામજનોએ જાગૃતતા દર્શાવી ગામને સાત દિવસ માટે સ્વયંભૂ બંધ રાખ્યું છે, પ્રાંતિજ તાલુકાનું તખતગઢ ગામમાં કોરોના સંક્રમણ વધવાને લઇ ગામના આગેવાનો સરપંચ અને પંચાયતનાં સભ્યોએ ભેગા મળી કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ગામમાં સાત દિવસનું સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તમામ ગ્રામજનો એ સહમતી દર્શાવતા ગામએ સાત દિવસ માટે બંધ પાળ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ તખતગઢ ગામમાં આશરે ૨૦૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે ત્યારે ગામમાં ૩૦ જેટલા લોકો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે અને અત્યારે હાલમાં ૬ જેટલા લોકો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે સાથે જ કેટલાક સ્થાનિક લોકોને હોમ કોરેન્ટાઈન કરેલ છે ત્યારે આગામી સમયમાં વધુ લોકો સંક્રમિત ન થાય તેને ધ્યાને લઇ ગામને સાત દિવસ માટે સ્વયંભુ બંધ રાખવનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here