કોરોના સંકટઃ આઇઆઇટી બોમ્બે ફેસ-ટુ-ફેસ લેક્ચર પર વર્ષના અંત સુધી પ્રતિબંધ

0
15
Share
Share

મુંબઇ,તા.૨૫

આઇઆઇટી બોમ્બે દેશની પહેલી એવી ઈન્સ્ટિટ્યૂટ બની છે, જ્યાં આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરશે સંસ્થાના ૬૨ વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કેમ્પસમાં વિદ્યાર્થીઓ વગર નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે

મહામારીને કારણે મુંબઈની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી itiબોમ્બે)એ ફેસ ટૂ ફેસ લેક્ચર પર વર્ષના અંત સુધી પ્રતિબંધ મૂક્યો છે. ફેસ ટૂ ફેસ લેક્ચર પર પ્રતિબંધ મૂકનાર આઇઆઇટી બોમ્બે દેશની પહેલી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ બની ગઈ છે. અહીંના ડાયરેક્ટર સુભાષિશ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, અમે આગામી સેમેસ્ટર સુધી માત્ર ઓનલાઈન ક્લાસિસ ચલાવીશું. તેનાથી વિદ્યાર્થીઓ પણ સુરક્ષિત રહેશે.

ચૌધરીના જણાવ્યા પ્રમાણે, કોવિડ-૧૯ના કારણે આઇઆઇટી બોમ્બેમાં અભ્યાસની રીત પર ફરીથી વિચાર કરવામાં આવ્યો. અમે નક્કી કરી રહ્યા છીએ કે ક્લાસિસ શરૂ કરવામાં કોઈ વિલંબ થશે નહીં. તેથી માટે ઓનલાઈન ક્લાસિસનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તમામ વિદ્યાર્થીઓને આ વિશે ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે.

આઇઆઇટી બોમ્બેને શરૂ થયાને ૬૨ વર્ષ થઈ ગયા છે. આ પહેલી વખત છે જ્યારે વિદ્યાર્થીઓ વગર ક્લાસિસ શરૂ થશે. માનવામાં આવી રહ્યું છે કે, દેશની અન્ય આઇઆઇટી પણ આ રીત અપનાવી શકે છે. આઇઆઇટી બોમ્બે પહેલા પણ ઘણી વખત ઓનલાઈન વેબિનાર કરી ચૂકી છે. તે ઓનલાઈન સેમિનાર હોય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here