કોરોના સંકટઃ અમદાવાદમાં આવતા સપ્તાહથી ક્લબો શરૂ થશે

0
21
Share
Share

અમદાવાદ,તા.૧૮

સમગ્ર રાજ્યમાં કોરોનાનાં કેસો હજી ઘટ્યા તો નથી. જો કે ધીમે-ધીમે લોકો કોરોના મહામારીને લઇને જાગૃત થયા હોય તેવું લાગી રહ્યું છે. એવામાં હવે અનલોકની પ્રક્રિયા પણ રાજ્યમાં આગળ વધવા લાગી છે ત્યારે શહેરની તમામ ક્લબો આવતા સપ્તાહેથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં અનલોક-૨ શરૂ કર્યા બાદ ૫ ઓગસ્ટથી જીમ અને ક્લબોને શરૂ કરવાની પરવાનગી આપી દેવાઈ હતી. પરંતુ તેમ છતાં શહેરની ક્લબો શરૂ ન હોતી થઇ. ત્યારે હવે ક્લબ મેનેજમેન્ટ એસોસિયેશને ક્લબો ખોલવાનો નિર્ણય કર્યો છે અને આવતા સપ્તાહથી જ શહેરની રાજપથ અને કર્ણાવતી ક્લબો સહિતની તમામ ક્લબો શરૂ કરી દેવાશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં લોકડાઉનની મુદ્‌ત ૩૧ ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. જ્યારે તેની સાથે હોટલો-રેસ્ટોરન્ટ માટે રાત્રીના ૧૦ વાગ્યા સુધીની અવધિ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. દેશ અને ગુજરાતમાં કોવિડ ૧૯ની મહામારી અંકુશમાં નહીં આવવાના કારણે કન્ટેનમેન્ટ ઝોનમાં છૂટ મળશે નહીં. જ્યારે અન્ય વિસ્તારોમાં લોકડાઉન બાદ અનલોક જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યાં કોરોના પોઝિટિવના કેસો વધુ હોય ત્યાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં હતાં.

કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર ક્લબોમાં જરૂરી નિયમોનું પાલન કરાશે

– ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિને ક્લબમાં પ્રવેશ નહીં મળે

– ૧૨ વર્ષની નાના બાળકોને ક્લબમાં પ્રવેશ નહીં મળે

– નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી ગેસ્ટ મેમ્બર પર પણ પ્રતિબંધ

– જીમ, રનિંગ એન્ડ વોકિંગ ટ્રેક, ટેબલ ટેનિસ શરૂ કરાશે

– દર ૪ કલાકે ક્લબને સેનેટાઇઝ કરાશે

– ક્લબનાં મેમ્બર અંદર ૭૦ મિનિટ સુધી જ રોકાઇ શકશે

– રવિવારનાં રોજ ક્લબ બંધ રહેશે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here