કોરોના: વેપારીઓ બેહાલ

0
15
Share
Share

અનલોકની સ્થિતી છતાં કોઇ પણ આવક નથી

દુકાનો બંધ કરવા વેપારીઓને ફરજ પડી રહી છે

અમદાવાદ,તા. ૩૦

કોરોના વાયરસના કારણે લોકોની હાલત ખરાબ થઇ રહી છે સાથે સાથે હવે વેપારીઓ પણ ત્રાહીમામ પોકારી ગયા છે. કારણ કે અનલોકની શરૂઆત થઇ ગઇ હોવા છતાં કોઇ રીતે આવક વેપારીઓની થઇ રહી નથી. અમદાવાદ શહેરની દશકોથી ઓળખ સમાન રહેલા લાલદરવાજા, કાળુપુર, શાહપુર, મિરઝાપુર અને રતનપોળ  સહિતના વિસ્તારોમાં વેપારીઓની કોઇ આવક થઇ રહી નથી. પ્રાપ્ત માહિતી મુજબ સરેરાશ અનેક દુકાનો રોજ બંધ થઇ રહી છે. ભાડેથી દુકાન ચલાવતા વેપારીઓને એક રૂપિયાની પણ આવક છેલ્લા કેટલાક મહિનાથી થઇ રહી નથી. આવી સ્થિતીમાં ભાડા તો વધતા જાય છે. વેપારીઓ હવે હિમ્મત હારી રહ્યા છે. ગ્રાહકોની રાહ જોઇને ક્યાં સુધી બેઠા રહીએ તેમ વેપારીઓ વિચારી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ સૌથી ખરાબ હાલત તો રતનપોળની થયેલી છે. રતનપોળમાં સમગ્ર ગુજરાતમાં કાપડ બજારની કોઇ પણ ફેશન સરળતાથી મળી શકે છે. લગ્ન પ્રસંગને ધ્યાનમાં લઇે ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી લોકો અહીં પહોંચે છે. જો કે હાલમાં કોરોના કાળના કારણે હાલત ખરાબ થઇ ગઇ છે. ભાડા પર દુકાનો રાખીને કારોબાર કરી રહેલા લોકોની હાલત તો વધારે ખરાબ થઇ રહી છે. કોરોનાના કારણે સમગ્ર દુનિયાની હાલત ખરાબ થઇ ગઇ છે. કોરોના મહામારી વચ્ચે ભારત સહિત દુનિયાના દેશોમાં અર્થતંત્ર હવે પતનના આરે પહોંચીગયા છે. અમદાવાદ શહેરના મોટા ભાગના  વેપારીઓ હાલમાં પરેશાન થયેલા છે. લોકડાઉનનો ગાળો ખુબ લાંબો ચાલ્યા બાદ લોકોના જમા પૈસા પણ ઉપયોગમાં આવી ચુકયા છે. આવી સ્થિતીમાં લોોની ખરીદીશક્તિ હવે એકદમ ઘટી ગઇ છે. વેપારીઓ સામે આગામી દિવસો વધારે મુશ્કેલીવાળા રહી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here