(જી.એન.એસ.,હર્ષદ કામદાર)
દેશમાંથી કોરોના અંત થવા તરફ જઈ રહ્યો છે જે કારણે સરકાર અને પ્રજામાં મોટી રાહત થઈ ગઈ છે. ભારતમાં શોધાયેલી કોરોના વેક્સિન વિશ્વભરના દેશો માટે મહત્વની બની ગઈ છે. ભારતે પોતાની ભાતૃભાવના છોડી નથી અને “વસુધૈવ કુટુંબકમ્” ની ભાવના ને ઉજાગર કરી છે. દેશના લોકોને કોરોના વેક્સિન આપવા માટે મહા આયોજન કરી વિશ્વભરને આશ્ચર્યચકિત કરી દીધું છે. તો પડોશી દેશોને ભારતની દેશી વેક્સિનનો જથ્થાબંધ ડોઝ મોકલાવી ઉદારતાનો પરિચય આપી દીધો છે. જેમાં જે પડોશી દેશોને રસીનો જથ્થો મોકલાવ્યો હતો તે ભેટ રૂપે હતો અને હવે રસીની કિંમત લઈને રસી આપવામાં આવશે. ભારતે જે પ્રકારે વિવિધ દેશોને રસી આપવાની જાહેરાત કરી તેનાથી જર્મની જેવા દેશો પણ ચિંતામાં મુકાઈ ગયા. તેઓનું માનવું છે કે ભારત પોતાની પ્રજાને રસી આપી રહ્યું છે તેની સાથે પડોશી દેશોને રસી મોકલશે તો પછી આપણો નંબર ક્યારે આવશે…..? સ્વાભાવિક છે કે દરેક દેશના વડાને પોતાના દેશની પ્રજા માટે ચિંતા હોય. જર્મનના વડા પ્રધાને તો આપણા વડાપ્રધાન મોદીજીને રસી આપવા બાબતે વાત કરી ત્યારે મોદીજીએ તેઓને રસી મોકલવા બાબતે વિશ્વાસ આપ્યો. વિશ્વમા ભારત જ એવો દેશ બની રહ્યો છે કે તેની બંને વેક્સિન સફળ રહી છે.
જ્યારે કે વિશ્વના મહાન દેશોએ બનાવેલી રસી પર અન્ય દેશોને વિશ્વાસ નથી કારણ તેની આડઅસરો થવા ઉપરાંત રસી લીધા બાદ મોત થયા છે. તો ચીનની વેક્સિન પર વિશ્વના કોઈ પણ દેશ વિશ્વાસ કરતા નથી એટલે કોઈ દેશ તેની રસી લેવા તૈયાર નથી એટલે ચીન રસી બાબતે ભેરવાઈ ગયું છે… ચીને પાકિસ્તાનને રસીના બે લાખ ડોઝ આપવાની વાત કરી. પરંતુ પાકિસ્તાનની પ્રજાને ચીનની રસી ઉપર વિશ્વાસ નથી. અને એ કારણે ભારતના આંગણે કોરોના વેક્સિન મેળવવા વિશ્વના અનેક દેશોએ લાઇન લગાવી છે…. ત્યારે એક વાત નોંધવી રહી કે ભારત વિશ્વની મહાસત્તાઓને પણ હંફાવવાની તાકાત ધરાવે છે. દેશની આમ પ્રજાને આત્મનિર્ભર અને વોકલ ફોર લોકલ તરફ ધ્યાન આપવાની સવિશેષ જરૂર છે તે સાથે દેશભરમા વૈશ્વક જરૂરી ઉત્પાદનો કરવાની પણ કરવાની જરૂર છે અને ત્યારે જ વિશ્વના બજારોમાં ભારત સરતાજ બની રહે….!