કોરોના વેક્સિન મુદ્દે ઝઘડતી જોવા મળી જોની લીવરની દીકરી જૈમી…!!

0
24
Share
Share

મુંબઇ,તા.૧૧

બેસ્ટ કોમેડિયન જોની લિવરની દીકરી પણ તેમની મિમીક્રી અને ફનિ અંદાજથી સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે. જોની લિવરની દીકરી જૈમી લિવરે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં તે કેટલાક એક્ટ્રેસની મિમીક્રી કરતી જોવા મળે છે. જૈમી આ વીડિયોમાં વેક્સિનથી માંડીને નેપોટિજ્મ પર પણ વાત કરતી જોવા મળે છે.

જૈમી લિવર આ વીડિયોમાં સોનમ કપૂરની મિમીક્રી કરતા કપડાં વિશે વાત કરી રહી છે. કરીના કપૂરની નકલ કરતા તે ફોટોગ્રાફર્સની વાત કરે છે. તેણે આશા ભોંસલેની પણ મિમિક્રી કરી છે. જેમાં તે કોરોના વેક્સિન વિશે વાત કરે છે. વીડિયોમાં તે ખૂબ જ સુંદર રીતે દરેક હિરોઇનની મિમિક્રી કરે છે.

જૈમીએ કંગનાની પણ વાત કરતા નેપોટિજ્મની વાત કરી છે. તેમણે વીડિયોમાં કંગનાના ટવિટનો પણ ઉલ્લેખ કર્યો છે. જૈમીનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો પાંચ લાખ લોકો જોઇ ચૂક્યાં છે. લોકો જૈમીના ટેલન્ટની પણ પ્રસંશા કરી રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here