કોરોના વેક્સિન માટે સરકારે ફાળવી જંગી રકમ, ૩૫ હજાર કરોડના ફંડની જાહેરાત

0
29
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

૭કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને બજેટ ૨૦૨૧-૨૨માં કોરોના વેક્સિનના વિકાસ માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ફંડની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ દેશમાં કોરોના વેક્સિનના વિકાસ, વિતરણ અને રસીકરણ માટે કરવામાં આવશે.

નાણાં મંત્રીએ બજેટ રજૂ કરતાં કહ્યું કે, આજે ભારતમાં બે વેક્સિન ઉપલબ્ધ છે. જેનાથી અમે દેશના નાગરિકોના જીવનની રક્ષા કરી રહ્યાં છે. અમે ૧૦૦થી વધુ દેશોને પણ કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ રાહત આપનારી વાત છે કે ટૂંકમાં જ દેશમાં બે વધુ વેક્સિન આવનારી છે.

નિર્મલા સીતારમને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપીને આ વેક્સિન લોન્ચ કરી છે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૩૫ હજાર કરોડ રૂપિયા કોરોના વેક્સિન માટે આપવામાં આવ્યા છે અને જો જરૂર પડશે તો આના માટે સરકાર વધુ નાણાં આપવા માટે તૈયાર છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ ક્ષેત્ર માટે ૨.૨૩ લાખ કરોડ રૂપિયા છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ૧૩૭ ટકાથી વધુ વધારો કરાયો છે.

ગ્રાહકો પોતાની મન-મરજીથી વિજળી કંપની પસંદ કરી શકશે

બજેટ ૨૦૨૧માં સરકારે સામાન્ય ગ્રાહકોને મોટો ફાયદો કરાવ્યો છે. ઉર્જા સેક્ટરમાં એલાન કરતા સરકારે ગ્રાહકો હવે આ સુવિધા પ્રદાન કરી છે કે હવે તેઓ પોતાની મન મરજીથી વિજળી કંપનીઓને પસંદ કરી શકશે. આ હેઠળ વિજળી ગ્રાહકોને એકથી વધારે વિતરણ કંપનીઓમાંથી કોઈને પસંદ કરવાનો વિકલ્પ આપવા માટે રૂપરેખા તૈયાર કરવામાં આવશે. માત્ર એટલુ જ નહીં વિજળી ગ્રાહકોને વિતરણ કંપનીઓને વિકલ્પ આપવા માટે નિયમ બનાવવામાં આવશે.

નાણા મંત્રીએ આ સાથે જ એલાન કર્યુ કે સરકાર હરિત ઉર્જા સ્ત્રોતોથી હાઈડ્રોજન ઉત્પાદન માટે આગામી નાણાકીય વર્ષમાં હાઈડ્રોજન ઉર્જા મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ કરે છે. ગયા ૬ વર્ષમાં વિજળી ક્ષેત્રમાં કેટલાક સુધાર કરવામાં આવ્યા. આ દરમિયાન કેટલીક ક્ષમતામાં ૧,૩૮,૦૦૦ મેગાવોટની સ્થાપિત ક્ષમતા જોડવામાં આવી.

વીજળી ક્ષેત્રે નિર્મલા સીતારમનની મોટી જાહેરાત

નાણા મંત્રી નિર્મલા સીતારમને વીજળી ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. સરકાર તરફથી ૩ લાખ કરોડ રૂપિયાથી વધારેની સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે, જે દેશમાં વીજળી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું કામ કરશે. સરકરે હાઇડ્રોજન પ્લાન્ટ નિર્માણની પણ જાહેરાત કરી છે. વિજળી ક્ષેત્રેPPP મોડલ અંતર્ગત કેટલાય પ્રોજેક્ટને પુરા કરવામાં આવશે.

આત્મનિર્ભરતાનું બજેટઃ કરદાતા નિરાશ, ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં આવકવેરા અંગે કોઈ મોટી જાહેરાત કરી નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવકવેરા મુક્તિ મર્યાદામા વધારો કરશે એવી આશા હતી પણ એવી કોઈ જાહેરાત કરાઈ નથી. આવકવેરાના સ્લેબ તથા બીજા તમામ નિયમો યથાવત રખાયા છે.

નિર્મલા સીતારમણ દ્વારા ગયા વર્ષે બજેટમાં નવી ઈન્કમ ટેક્સ વ્યવસ્થા રજૂ કરવામાં આવી હતી. આ વ્યવસ્થામાં સાત ટેક્સ સ્લેબ બનાવવામાં આવ્યા હતા. આ સાત સ્લેબ ૦ ટકા, ૫ ટકા, ૧૦ ટકા, ૧૫ ટકા, ૨૦ ટકા, ૨૫ ટકા અને ૩૦ ટકાના હતા જ્યારે જુના ટેક્સ નિયમમાં ૦ ટકા, ૫ ટકા, ૨૦ ટકા અને ૩૦ ટકા એમ ચાર સ્લેબ છે. નવી ઈન્કમ ટેક્સ વ્યવસ્થામાં ૫ લાખથી ૧૫ લાખ રૂપિયાની વચ્ચેની આવક પર ટેક્સના દર ઓછા હતા પણ તેમાં તેમાં કોઈ છૂટ મળતી નહોતી.

નવી ટેક્સ વ્યવસ્થામાં સેક્શન ૮૦C અને સેક્શન ૮૦CCA(ડિપોઝીટ અન્ડર નેશનલ સેવિંગ સ્કીમ) અંતર્ગત ઈન્વેસ્ટમેન્ટ પર મળનારી છૂટને સામેલ કરવામાં આવી નથી. તેમાં અલગ-અલગ પ્રકારની ૭૦ છુટ અને ડિડક્શન(કાપ)ને ખત્મ કરવામાં આવ્યા છે. જૂની ટેક્સ સિસ્ટમમાં EPF, PPF, મ્યુચ્યુઅલ ફન્ડ, LIC સહિત અન્ય ટેક્સ સેવિંગ યોજનાઓ કે ડિપોઝિટ પર છૂટ આપવામાં આવે છે. નવી વ્યવસ્થામાં તેનો ફાયદો મળતો નથી.

૭૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોની પેન્શનની આવક પર ટેક્સ નહિ લાગે

બજેટ ૨૦૨૧માં નાણા મંત્રીએ ટેક્સ પર મોટી જાહેરાત કરી છે. હવે ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને નહીં ભરવું પડેIT રિટર્ન. નિર્મલા સીતારમણે સીનિયર સિટીઝન્સ માટે મોટુ એલાન કર્યુ કે પેન્શન, વ્યાજથી થતી આવક પર ઇનકમ ટેક્સ રિટર્ન નહી ભરવુ પડે. નાણાં પ્રધાને કહ્યું કે ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને હવે રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. જો તેમની આવક માત્ર પેન્શનથી છે. તેમની કાર પર જ ટેક્સ કાપવામાં આવશે.

ખેડૂતોને ૭૫,૧૦૦ કરોડની MSP, E-Nam સાથે વધુ ૧૦૦૦ માર્કેટયાર્ડ જોડાશે

ખેડૂતો માટે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે, મુશ્કેલીના આ સમયમાં પણ મોદી સરકારનું ફોકસ ખેડૂતોની આવક ડબલ કરવા અને વિકાસની ઝડપ વધારવા અને સામાન્ય લોકોને સહાયતા પહોચાડવા પર છે. બજેટમાં કહેવામાં આવ્યુ છે કે ખેડૂતોને ખર્ચ કરતા દોઢ ગણો વધુ MSP આપવાનો પ્રયાસ કરવામાં આવશે. કહેવામાં આવ્યુ કે તમામ કોમોડિટી પર દોઢ ગણી વધુ MSP આપવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં MSPમાટે ૭૫,૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નીર્મલા સીતારમણે કહ્યું કે ૧૦૦૦ વધુ માર્કેટયાર્ડને ઈલેક્ટ્રોનિક રાષ્ટ્રીય બજાર(e-NAM) અને કૃષિ મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મૂળભૂત સુવિધાઓ વધારવા માટે એપીએમસીને ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યુ કે સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા તરફ કામ કરી રહી છે. નિર્મલા સીતારમણ તરફથી કહેવામાં આવ્યુ કે યુપીએ સરકારથી ત્રણ ગણી રકમ મોદી સરકારે ખેડૂતોના ખાતામાં પહોચાડી છે. નાણા મંત્રીએ કહ્યુ કે મોદી સરકાર તરફથી દરેક સેક્ટરમાં ખેડૂતોની મદદ કરવામાં આવી છે. દાળ, ઘઉં, ધાન સહિત અન્ય પાકની એમએસપી વધારવામાં આવી છે. APMC ને એગ્રી ઇન્ફ્રા ફંડના દાયરામાં લાવવામાં આવશે. દેશમાં ૫ મોટા ફિશિંગ હબ બનાવવામાં આવશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે સ્વામિત્વ યોજના હવે દેશભરમાં લાગુ કરવામાં આવશે. એગ્રીકલ્ચરના ક્રેડિટ ટાર્ગેટને ૧૬ લાખ કરોડ સુધી કરવામાં આવી રહ્યુ છે. ઓપરેશન ગ્રીન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેટલાક પાકને સામેલ કરવામાં આવશે અને ખેડૂતોને લાભ પહોચાડવામાં આવશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ તરફથી કહેવામાં આવ્યુ કે પાંચ ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરવામાં આવશે. તમિલનાડુમાં ફિશ લેન્ડિંગ સેન્ટરનો વિકાસ કરવામાં આવશે.

પ્રવાસી મજૂરો માટે દેશભરમાં એક દેશ-એક રાશન યોજના શરૂ કરવામાં આવી છે. એક પોર્ટલની શરૂઆત કરવામાં આવશે જેમાં માઇગ્રેટ વર્કર સાથે જોડાયેલો ડેટા હશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here