કોરોના વેક્સિનને લઇ વડાપ્રધાને યોજી મહત્ત્વપૂર્ણ બેઠક

0
46
Share
Share

ન્યુ દિલ્હી,તા.૩૦

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસની વેક્સીન બનાવવાને લઈને મહત્વની બેઠક યોજી હતી. દેશમાં કોરોના વાયરસની વેક્સીન બનાવવાને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે અને ઘણઈ એજન્સીઓ તેમાં લાગી છે.

આજે પ્રધાનમંત્રી મોદીએ આ મુદ્દા પર ઉચ્ચ સ્તરીય બેઠક કરી, જેમાં દેશના ઘણા મોટા અધિકારી અને વૈજ્ઞાનિક સામેલ થયા હતા. મહત્વનું છે કે ભારત સરકારની મદદથી વેક્સીન બનાવવા અને તેના રિસર્ચનું કામ ચાલી કર્યું છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કેયર્સ ફંડમાંથી કેટલુક ફંડ આ રિસર્ચ માટે પણ આપ્યું હતું. આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને કહ્યુ કે, તે ટેક્નોલોજીની મદદ લઈને સમય પર વેક્સીન બનાવે. આ સિવાય મોટી સંખ્યામાં વેક્સીન કઈ રીતે બની શકે તેની તૈયારી કરે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here