કોરોના વાયરસ ફેલાતો અટકાવવા એએમસીએ ચાની કીટલીઓ બંધ કરાવી..!

0
21
Share
Share

અમદાવાદ,તા.૧૬

અમદાવાદ શહેરમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસના કેસ વચ્ચે મનપા દ્વારા ચાની કીટલી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં જે કીટલી પર વધુ ભીડ દેખાય ત્યા કીટલી બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કોરોના વધુ ન વકરે તે માટે મનપા દ્વારા તવાઈ શરૂ કરવામાં આવી છે.

ચાની કીટલીઓ પર પર માસ્ક પહેર્યા વગર લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ હોવાની ફરિયાદ ઘણીવાર ઉઠવા પામી છે ત્યારે આજે મનપાએ મણીનગર, ઇસનપુર અને પશ્ચિમના વિસ્તારોમાં ચાની કીટલીઓ બંધ કરાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી તંત્ર દ્વારા કેટલા દિવસ માટે બંધ કરવામાં આવી તેવી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ ઘટવાના બદલે વધતો જાય છે. બીજી તરફ નજીકમાં જ શિયાળાની ઋતુ આવી રહી છે. બેવડી ઋતુના ગાળામાં શરદી-ખાંસી, વાયરલ ઈન્ફેકશનના કેસો વધતાં હોય છે. આ ગાળામાં કોરોના વધુ વકરવાની ભીતિ પણ કેટલાંક વ્યક્ત કરી રહ્યાં છે. દરમ્યાનમાં આજે છેલ્લા ૨૪ કલાકમાં સરકારી યાદી મુજબ વધુ ૧૫૨ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે સારવાર લઈ રહેલાં દર્દીઓમાંથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

બીજી તરફ કોરોનાને હરાવીને ૧૯૯ લોકો સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં મ્યુનિ.ની હદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૩૭૦૬૧એ પહોંચી ગઈ છે. ૧૭૨૩ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મોત થયા છે. તેમજ ૨૬૫૮૩ લોકો સાજા થઈ ડિસ્ચાર્જ કરાયા છે.

એક તરફ લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો બીજે છેડે ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, સિવીલ, એસવીપી અને ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુ અનએ વનેટીલેટર પરના દર્દીઓ વધતાં જાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here