કોરોના વાયરસમાં મૃત્યુ દર ૩.૪ ટકા

0
18
Share
Share

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે એક કરોડથી વધારે લોકો અસરગ્રસ્ત થયેલા છે. સાથે સાથે મોતનો આંકડો  લાખોમાં  પહોંચી ગયો છે. આટલી મોટી સંખ્યામાં કેસો અને મોતનો આંકડો રહ્યા બાદ હવે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) પણ નક્કરપણે માને છે કે આ ઇન્ફેક્શન હજુ વધારે ઝડપથી ફેલાઇ શકે છે. લાખો નવા લોકો તેના સકંજામાં આવી શકે છે. હજુ સુધી ૮૪થી વધારે દેશોમાં ઘાતક બની રહેલા કોરોના વાયરસે આતંક મચાવી દીધો છે. કોરોના વાયરસને લઇને ભારતમાં ચિંતા વધારે છે. કારણ કે ભારતમાં વસ્તી ૪૫૫ વ્યક્તિ પ્રતિ કિલોમીટર છે. જે ચીનની સરખામણીમાં ત્રણ ગણી છે. અમેરિકાની તુલનામાં ૧૩ ગણી છે. અમેરિકામાં ૩૬ વ્યક્તિ પ્રતિ કિલોમીટર રહેલી છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે આ વાયરસથી ગ્રસ્ત વ્યક્તિ પોતાનાથી થોડાક ફુટના અંતરે રહેલી ૨-૩ વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત ભારતમાં તો આ ખતરો વધી શકે છે. કારણ કે ભારતમાં સાવધાનીને લઇને પણ લોકો એટલા ગંભીર રહેતા નથી. આંતરરાષ્ટ્રીય મેગેઝિન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ ઇન્ફેક્શનને કાબુમાં લેવાના તમામ રસ્તા બંધ થઇ ચુક્યા છે. આ વાયરસને કઠોરતા સાથે કાબુમાં લેવાની બાબત ચીનમાં તો શક્ય બની છે પરંતુ ભારત સહિતના દુનિયાના કેટલાક દેશોમાં મુશ્કેલી એ છે કે આ દેશોમાં અફવામાં જીવનાર લોકોની સંખ્યા ખુબ વધારે છે. તેમનામાં સાચી અને ખોટી બાબતની ઓળખ કરવાની ક્ષમતા પણ ઓછી છે. જો કે આરોગ્ય નિષ્ણાંતો નક્કરપણે માને છે કે આ વાયરસમાં મૃત્યુ દર ૩.૪ ટકા છે જે અન્ય વાયરસ કરતા મૃત્યુ દર ઓછો છે. જેથી ઇન્ફેક્શન બાદ લોકોમાં જીવિત રહેવાની શક્યતા વધારે રહેલી છે. સ્વાઇન ફ્લુમાં મૃત્યુ દર ૦.૦૨ ટકા છે. જ્યારે ઇબોલામાં મૃત્યુ દર ૪૦.૪૦ ટકા છે. મર્સમાં મૃત્યુ દર ૩૪.૪ ટકા છે. સાર્સમાં મૃત્યુ દર ૯.૬ ટકા છે. આ નવી આફતને દુનિયાભરમાં આર્થિક વિકાસ આડે સૌથી મોટી આફત તરીકે ગણવામાં આવે છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી ચુકી છે કે તે વૈશ્વિક વિકાસ દરને ૧.૩ ટકા સુધી ઓછો કરી શકે છે. ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના નવા અભ્યાસમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં શરૂ થયેલા કોરોના વાયરસની અસર હાલમાં જારી રહી શકે છે. તેની અસર ડિસેમ્બર મહિના સુધી રહી શકે છે. આના કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર એક ટકા સુધી નીચે પહોંચી શકે છે. ચીનમાં કોરોનાની ઘાતક અસર જોવા મળી રહી છે. જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા પર તેના ગંભીર પરિણામ જોવા મળી શકે છે. ભારત સરકાર હજુ સુધી તો દાવો કરી રહી છે કે તેની કોઇ નકારાત્મક અસર રહેનાર નથી. ભારતના દવા બજાર પર તેની માઠી અસર જોવા મળી શકે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિએટ (એપીઆઇ અને બલ્ક ડ્ર્‌ગની આયાત ૨૫૫૫૨ કરોડ રૂપિયાની રહી હતી. જેમાં ચીનનો હિસ્સો ૬૮ ટકા રહ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ફાર્મા સેક્ટરમાં ભારતની ચીન પર નિર્ભરતા ૨૩ ટકા વધી ગઇ છે. એપીઆઇ પર લો પ્રોફિટ માર્જિનના કારણે ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એપીઆઇની આયાત કરીને અહીં દવા બનાવીને બીજા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. અમેરિકાના બજારમાં ડ્રગ્સ પુરવઠા કરનાર ૧૨ ટકા નિર્માણ એકમો ભારતમાં છે. કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને સરળ રીતે સમજી શકાય છે. આને સમજી લેવા માટે ૨૦૦૩ને યાદ કરી શકાય છે. વર્ષ ૨૦૦૩માં એક ઘાતક વાયરસ સાર્સે આતંક મચાવી દીધો હતો. જેના કારણે દુનિયાભરમાં ૮૦૦ લોકોના મોત થયા હતા. એ વર્ષે ચીનનો વિકાસ દર ૦.૫ ટકાથી લઇને એક ટકા સુધી ઘટી ગયો હતો. વૈશ્વિક અર્થવ્યવસ્થાને ૫૦ અબજ ડોલર અથવા તો ૨.૮ લાખ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ હતુ. સાર્સ વાયરસના સમય ચીન વિશ્વની છઠ્ઠી સૌથીૂ મોટી અર્થવ્યવસ્થા તરીકે હતી. વૈશ્વિક જીડીપીમાં તેનુ યોગદાન ૪.૨ ટકા હતુ. હવે ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગ્લોબલ જીડીપીમાં તેનુ યોગદાન હવે ૧૬.૩ ટકા છે. કોરોના વાયરસના કારણે કેટલીક બાબતો જાણવા મળી છે. જે પૈકી એક બાબત એ છે કે એન્ટીબાયોટિક દવાના આવિષ્કાર અને વિસ્તાર છતાં રોગાણુઓ પણ વધી રહ્યા છે. જેમ જેમ તબીબી જગત દ્વારા નવી નવી દવા વિકસિત કરવામાં આવી છે તેમ તેમ બેક્ટિરિયા અને વાયરસ પણ તેમની તાકાતને વધારતા રહ્યા છે.

જવાબમાં દવા બનાવતી કંપનીઓ દ્વારા દવાના નિર્માણમાં રોકાણમાં વધારો કર્યો છે. હવે દવા બનાવનાર કંપનીઓ અને વાયરસ વચ્ચે એક પ્રકારની સ્પર્ધા જામી છે. કોરોના વાયરસ હવે ખતરનાક સ્વરૂપમાં છે. જેથી દુનિયાના દેશો વધારે સાવધાન થયા છે. ચીનની સાથે સાથે ભારત. દક્ષિણ કોરિયા, ઇટાલી અને અન્ય દેશો જોરદાર રીતે સક્રિય થયેલા છે.

કોરોના : દોષપૂર્ણ જીવન રોગ

કોરોના વાયરસના કારણે દુનિયાભરના દેશો પરેશાન છે. તેના ઉકેલ શોધી કાઢવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ જીવલેણ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે તબીબી જગત અને વૈજ્ઞૌનિક સમુદાયના લોકો લાગેલા છે. આવા યુદ્ધના ધોરણે પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં સ્થિતી પર કાબુ મેળવી લેવામાં સફળતા હાથ લાગી નથી. કોરોના વાયરસ ઇન્ફેક્શન હકીકતમાં કથિત આધુનિક સભ્યતામાં ઝડપી વિકાસ અને તરત લાભ મેળવી લેવાની લાલચમાં અપનાવવામાં આવેલી દોષપૂર્ણ જીવનશેલી પણ  છે. આ રોગ પ્રકૃતિની સામે માત્ર તાત્કાલિક સુવિધા અને વધતી જતી માંસાહારની પ્રકૃતિના પ્રતિક તરીકે છે. આ એક ખુલ્લી અને ખતરનાક ચેતવણી પણ છે કે પશુ પછીઓને માત્ર ખાવાની ચીજવસ્તુઓ સમજવાના  પરિણામ કેટલા ઘાતક બની શકે છે. ચેતવણી તો એવી પણ આપવામાં આવી છે કે પશુ અને પક્ષીઓને ખાવાની ચીજ સમજી લેવાની બાબત માત્ર માનવી જ નહીં બલ્કે સમગ્ર માનવી સભ્યતાને ખતમ કરી શકે છે. આ બાબતને યાદ કરી શકાય છે કે જ્યારે વર્ષ ૧૯૯૬માં મેડ કાઉ રોગે આતંક મચાવ્યો હતો ત્યારે કેટલી ખતરનાક બાબત સપાટી પર આવી હતી. એ વખતે બ્રિટનમાં તો લાખો ગાયને મારી નાંખીને સળગાવી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ પણ લોકોએ તેમની પ્રતિકૃતિ બદલી નથી. કોરોના વાયરસની સ્થિતી પણ એવી રહેલી છે. અમેરિકાની સુક્ષમ જીવ વિજ્ઞાન સંસ્થા તો માને છે કે વાયરસ ક્રમિક વિકાસની કુદરતી તાકાતથી સજ્જ છે. તે હમેંશા વધતા રહેશે. નવા નવા સ્વરૂપમાં આવતા રહેશે. આવી સ્થિતીમાં આવા વાયરસને રોકવા માટે અને તેના ફેલાવાને રોકવા માટે દોષપૂર્ણ જીવનશેલીને દુર કરવાની જરૂર છે. આજે વાયરસની ઘાતક અસરથી બચાવી લેવા માટે નવી યોજના તૈયાર કરવાની જરૂર દેખાઇ રહી છે. નવેસરથી વાયરસને લઇને દુનિયાના દેશોે સક્રિય બનીને આગળ વધે તે જરૂરી છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્ત દેશોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. હવે અસરગ્રસ્ત દેશોની સંખ્યા વધીને ૨૧૩ થઇ ગઇ છે. કોરોના વાયરસને કાબુમાં લેવા માટે દુનિયાના દેશો તમામ મથામણ કરી રહ્યા છે પરંતુ આના પર કાબુ મુકવામાં સફળતા હાથ લાગી નથી. અસરગ્રસ્ત લોકોની સંખ્યા અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. દુનિયાના દેશો હમેંશા રોકાયા વગર બદલાતા સ્વરૂપમાં આવી રહેલા વાયરસને રોકવા માટે વધારે અસલરકારક દવા પર કામ કરે તે પણ સમયની માંગ છે. સાથે સાથે માંસાહારના વધતા ક્રેઝને લઇને પણ બિમારી વધી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here