કોરોના વાયરસની રસી નહીં અપાય તો તેઓ સૈન્ય કરાર રદ કરી દેશે

0
20
Share
Share

મનીલા,તા.૨૮

પોતાના વિચિત્ર નિવેદનો માટે જાણીતા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે એ હવે અમેરિકાને ધમકી આપી છે કે જો કોરોના વાયરસની રસી નહીં અપાય તો તેઓ સૈન્ય કરાર રદ કરી દેશે. દુતેર્તે એ કહ્યું કે જો અમેરિકા કોરોના વાયરસ સામે લડવાની રસી પૂરી પાડશે નહીં તો તેઓ વિઝિટિંગ ફોર્સીસ કરાર રદ કરવાની યોજના પર આગળ વધી જશે.

રાષ્ટ્રપતિ દુતેર્તે એ કહ્યું કે અમેરિકાની સાથે સૈન્ય કરાર રદ થવાની કગાર પર નથી અને જો તેઓ મંજૂરી નહીં આપે તો અમેરિકન સેનાએ તેમનો દેશ છોડવો પડશે. તેની પહેલાં આ વર્ષે દુતેર્તે અમેરિકાની સાથે લશ્કરી કરાર રદ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ બાદમાં તેને ૬ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ ડીલ અંતર્ગત અમેરિકન સૈનિકો ફિલિપાઇન્સની જમીન પર સૈન્ય અભ્યાસ કરી શકે છે.

દુતેર્તે એ કહ્યું કે જો અમેરિકા ઓછામાં ઓછી ૨ કરોડ રસી આપવામાં નિષ્ફળ જાય છે તો તેમના માટે સારું એ રહેશે કે તેઓ અહીંથી જતા રહે. જો રસી ન હોય તો અહીં પણ રોકાશો નહીં. તેમણે કહ્યું હતું કે જો અમેરિકા ફિલીપાઇન્સને કોરોના રસી આપવા માંગે છે તો તે ચિંતા ના કરે પણ રસી આપે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા તેના લોકોને કોરોના વાયરસની રસી પૂરી પાડવા યુદ્ધના ધોરણે લાગ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here