કોરોના વાયરસથી દુનિયાના દેશોમાં કુલ ૩૬૪૯ના મોત

0
56
Share
Share

બેઝિંગ,તા. ૮
કોરોના વાયરસના કારણે વિશ્વના ૧૦૩ દેશોમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસના કારણે વધુ મોતની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૦૭૨૩૩ સુધી પહોંચી ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા ૩૬૪૯ સુધી પહોંચી છે. એક્ટિવ કેસોની સંખ્યા ૪૨૬૭૯ સુધી પહોંચી છે. બીજી બાજુ ચીનમાં મોતનો આંકડો વધીને ૩૦૯૭ સુધી પહોંચ્યો છે. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે.જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે. જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. જે સાબિત કરે છે કે મોતનો આંકડો હજુ ખુબ વધી શકે છે.૬૪ દેશોમાં કુલ કેસોની સંખ્યા રેકોર્ડ સપાટી પર પહોંચી ચુકી છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી.ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. કોરોના વાયરસના કારણે અમેરિકા, કોરિયા અને ઇટાલીમાં પણ ભારે હાહાકાર મચેલો છે. આવી સ્થિતીમાં મોતનો આંકડો ખુબ વધારે જઇ શકે છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે દહેશત અકબંધ છે.
કોરોના વાયરસના કારણે હાલમાં સ્થિતીમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. ચીનમાં હુબેઇ પ્રાંતમાં સૌથી વધારે અસરગ્રસ્ત લોકો છે. સાથે સાથે મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધારે નોંધાયો છે. બચાવ અને રાહત કામગીરીમા આરોગ્ય કર્મચારીઓ એટલી હદ સુધી લાગેલા છે કે તેમને જોઇને સલામ કરી શકાય છે.દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. ચીનમાં સાવેચેતીના તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કોરોના વાયરસ બેકાબુ છે.દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી.ચીનના તમામ સંબંધિત જુદા જુદા આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા છે.
ચીનમાં કોરોના…….
કોરોના વાયરસના કારણે ચીનમાં સ્થિતી વિકટ બનેલી છે. તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં તેના કારણે મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સ્થિતીમાં સુધારો થવામાં હજુ ખુબ સમય લાગી શકે છે. ચીનમાં લોકોની હાલત ખરાબ થયેલી છે. હજુ વ્યાપક દહેશત લોકોમાં રહેલી છે. ચીનમાં સ્થિતીમાં સુધારો થવામાં હજુ સમય લાગી શકે છે. કારણ કે ગંભીર રીતે બિમાર રહેલા દર્દીઓ પૈકી ૫૨૬૪ લોકોની હાલત ગંભીર બનેલી છે. ચીનમાં રિક્વર થયેલા લોકોની સંખ્યા ૫૭૩૨૦ સુધી પહોંચી ગઇ છે. ચીનમાં કોરોનાની અસર નીચે મુજબ રહેલી છે.
ચીનમાં કુલ મોતનો આંકડો ૩૦૯૭
ચીનમાં કુલ કેસોની સંખ્યા ૮૦૭૦૧
ચીનમાં નવા કેસો ૫૦
ચીનમાં ૨૪ કલાકમાં મોત ૨૭
ચીનમાં ગંભીર અસરગ્રસ્ત ૫૨૬૪
ચીનમાં રિકવર લોકો ૨૦૨૮૪
એક્ટિવ કેસોની સંખ્યા ૨૦૨૮૪
૧૦૩ દેશોમાં કોરોના
કોરોના વાયરસના કારણે અસરગ્રસ્ત દેશોની સંખ્યા ઝડપથી વધી રહી છે. નવા નવા દેશો તેના સકંજામાં આવી રહ્યા છે. હવે અસરગ્રસ્ત દેશોની સંખ્યા વધીને ૧૦૩ ઉપર પહોંચી ગઈ છે. હાલમાં સ્થિતીમાં કાબુ આવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. દક્ષિણ કોરિયામાં હાલમાં કેસોની સંખ્યા સૌથી ઝડપથી વધી છે.જુદા જુદા દેશોમાં કોરોના વાયરસથી ઉભી થયેલી સ્થિતિ ભારે ચિંતા ઉપજાવી રહી છે.
વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૧૦૩
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૧૦૭૨૩૩
વિશ્વના કુલ દેશોમાં મોત ૩૬૪૯
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૬૦૯૦૫
ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૬૦૪૦
માઇલ્ડ કેસોની સંખ્યા ૩૬૬૩૯
બંધ કરાયેલા કેસોની સંખ્યા ૬૪૫૫૪
એક્ટિવ કેસોની સંખ્યા ૪૨૬૭૯
નોંધ : આંકડા તમામ દેશો દરરોજના આધાર પર છે.
કોરોના વાયરસનો આતંક…
કોરોના વાયરસના કારણે વિશ્વના ૧૦૩ દેશોમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસના કારણે વધુ મોતની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૦૭૨૩૩ સુધી પહોંચી ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા ૩૬૪૯ સુધી પહોંચી છે. એક્ટિવ કેસોની સંખ્યા ૪૨૬૭૯ સુધી પહોંચી છે. બીજી બાજુ ચીનમાં મોતનો આંકડો વધીને ૩૦૯૭ સુધી પહોંચ્યો છે. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે.
દેશ કુલ કેસ નવા કેસ મોતનો આંકડો
ચીન ૮૦૭૦૧ ૫૦ ૩૦૯૭
દક્ષિણ કોરિયા ૭૩૧૩ ૨૭૨ ૫૦
ઈરાન ૬૫૬૬ ૭૪૩ ૧૯૪
ઈટાલી ૫૮૮૩ – ૨૩૩
ફ્રાંસ ૯૪૯ – ૧૬
જર્મની ૮૪૭ ૪૭ –
સ્પેન ૫૨૪ – ૧૦
જાપાન ૪૬૧ – ૦૬
અમેરિકા ૪૪૭ ૧૨ ૧૯
ડાયમંડ પ્રિન્સેસ ૬૯૬ – ૬
સ્વિસ ૨૧૪ – ૦૧
યુકે ૧૬૪ – ૦૨
સ્વિડન ૧૩૭ – –
સિંગાપુર ૧૩૦ – –
નેધરલેન્‌ ૧૨૮ – ૦૧
નોર્વે ૧૨૭ – –
બેલ્જિયમ ૧૦૯ – –
હોંગકોંગ ૧૦૮ – ૦૨
મલેશિયા ૮૩ – –
ઓસ્ટ્રિયા ૬૬ – –
ઓસ્ટ્રેલિયા ૬૪ – ૦૨

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here