કોરોના વધ્યો, કર્ફયુ લગાવાયો, પણ ભૂલોનું પુનરાવર્તન ન થાય તે જોજો

0
19
Share
Share

કર્ફયુ લાદવામાં આવતાં કાળાબઝારી, સંગ્રહખોરી અને તમામ જરૂરતો સરળતાથી પૂર્ણ થાય તેનું ધ્યાન રાખજો

કોરોનાનાં દર્દીઓ વધવા પાછળ લોકો પર બેજવાબદારીના ઠીકરા ફોડવાનું બંધ કરી, નિયંત્રણના પગલા ભરો

(હસુ બ્રહ્મભટ્ટ દ્વારા)

દેશ અને દુનિયામાંથી કોરોનાનાં દદર્ીઓની સંખ્યાએ છેલ્લા ર૦ દિવસથી ધીમેધીમે માથું ઉચકેલ છે. રાજયની હોસ્પિટલોમાં નવરાત્રીના સમયે જે વોર્ડ-બેડ ખાલીખમ હતાં તે ફરી દર્દીથી ઉભરાવા લાગતા, ફરી સરકારી તંત્રએ આંખ પરના પાટા દુર કરવાની ફરજ પડી છે. દર્દીઓની સંખ્યામાં આવેલા ઉછાળા પાછળ દિવાળીનાં તહેવારના બહાને લોકોન ટોળાઓ ખરીદીમાં ઉમટયા તેથી કોરોના વધ્યો, લોકો બેજવાબદાર બનતાં હોવાની વાતો પાછળની સત્ય હકિકત એ છે કે લોકો સુધી કોરોના બાબતની સાચી વિગતો-માહિતી મળતી ન હોવાથી લોકો ગુમરાહ થઇ રહયા છે. જેને દુર કરવાની જવાબદારી સરકાર અને તંત્રની છે. તેના જ દ્વારા સાચી માહીતી છુપાવવામાં આવી રહેલ છે.

હજુ દિવાળી પહેલાનાં દિવસોમાં સરકાર અને તંત્રના દાવા મુજબ દર્દીઓની સંખ્યા સતત ઘટતી હતી ત્યારે કેટલાય ટેસ્ટીંગ કેન્દ્રો બંધ કરી દેવાયેલ તેમજ ટેસ્ટીંગની કામગીરીમાં પણ ઢીલાસ જોવા મળતી હતી. તદઉપરાંત દિવાળી પૂર્વે ખુદ સરકાર જ શાળા-કોલેજો ખોલવા મકકમતાથી આગળ ધપતી હતી ત્યારે સમાજમાંથી ઉઠેલા વિરોધને નજર અંદાજ કરવામાં આવ્યો !

ગમે તે હોય સરકાર દ્વારા કોરોનાને નાથવા હવે કેટલાક શહેરોમાં નિયંત્રણો લાદવામાં આવી રહયા છે. પરંતુ કર્ફયુ નંખાયા બાદ લોકોમાં ઉચાટ સર્જાતા કેટલાક લોકો જીવનજરૂરી કે મોજશોખની વસ્તુઓની સંગ્રહાખોરી કરતા પણ થઇ ગયા છે. ભુતકાળમાં લોકડાઉન સમયે થયેલી ભુલોનું પુનરાવર્તન ન થાય તેની સરકારે કાળજી રાખવાની જરૂરત છે. કાળાબઝારી, સંગ્રહાખોરી અને કૃત્રિમ ભાવવધારાનાં દુષણો સક્રિય ન થાય તે બાબતો પર વિશેષ ધ્યાન આપવુ પડશે.કોરોનાના પ્રારંભથી વાસીદામાં સાંબેલુ જતું રહયું તેવો ઘાટ ઘડાવા પામેલ છે. કોરોના વિશ્વમાં અગાઉ કયારે આવેલ ન હોવાથી દુનિયા તેનાથી અજાાણ હતી. અને સરકાર-તંત્ર પાસે પણ કોરોના બાબતની વિસ્તૃત જાણકારી ન હોવાથી આગોતરા આયોજનનો અભાવ જોવા મળેલ ! કોરોનાના ફેલાવાને કેન્દ્ર સરકારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ મુકી ગૃહ વિભાગના હવાલે કરી દીધેલ ગૃહ વિભાગમાં આરોગ્ય સેવા બાબતની જાણકારી ધરાવનાર નિષ્ણાંત એકાદ હોય પરંતુ કોરોનાની મહામારી સમયે તેને નિયંત્રીત કરવાની કામગીરી આરોગ્ય વિભાગને આપવી જોઇતી હતી.

કોરોના નિયંત્રીત કરવા સાચી માહિતી પહોંચાડો

દર્દીઓની કે મૃત્યુની સંખ્યાનો આંક કોઇ ડર વગર જ સમાજ સમક્ષ મૂકતા રહો

રાજકોટ : દિવાળીના તહેવારો બાદ ત્રણ દિવસનાં સામાજીક (સ્વયંભુ) બંધ બાદ બજારો ખુલતાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો પરંતુ દશેરા બાદથી ધીમેધીમે રાજયમાં કોરોનાના દર્દીઓ જે સારવાર અર્થે આવતા હતાં તેમાં વધારો થતો જ હતો. પરંતુ તંત્ર દ્વારા આ બાબત પર વિશેષ ધ્યાન આપેલ ન હતુ.

એક સમયે દિવાળી પૂર્વે સરકાર-તંત્ર દ્વારા કોરોનાના નવા દર્દીઓ અને સ્વસ્થ થતા દદર્ીઓનાં આંકડા રજુ કરી સરખામણી કરેલ પરંતુ તે સમયે ટેસ્ટીંગ પણ ઘટાડી દેવાયા હતા.

કોરોનાના પ્રારંભથી જ દર્દીઓની તેમજ મૃતકોની સંખ્યા બાબત સરકાર પર આંકડા છુપાવતા હોવાના આક્ષેપો થતા રહયા છે. સરકાર દ્વારા સમાજમાં મોટો ભય ન  ફેલાય તેવા ડરથી આંકડા છુપાવાયા હશે પરંતુ આંકડા ઘટતા કોરોના નબળો પડયાનું ફલિત થયુ હતુ. આખરે ફરી કોરોનાનો ફુફાડો વધ્યો !

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here